ગાંધીનગર:પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાતમાં PSI અને કોન્સ્ટેબલની (પીએસઆઈ અને લોકરક્ષક દળ) 12,472 જેટલી જગ્યા પર ભરતી યોજવાની છે. જે માટેની મહત્વની અપડેટ આવી છે. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા PSI અને કોન્સ્ટેબલની ભરતી માટેના કોલ લેટર જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે ઉમેદવારો ojas વેબસાઇટ પર જઈને પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષામાં બેસવા માટે કોલ લેટર મેળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કેવી રીતે મેળવશો કોલ લેટર જાણીએ:
- સૌ પ્રથમojas.gujarat.gov.inની વેબસાઇટ પર જાઓ.
- call letterપર ક્લિક કરો.
- તારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- submit બટન પર ક્લિક કરો.
- તમારું કોલ લેટર ડાઉનલોડ કરી અને ત્યારબાદ તેનું પ્રિન્ટ આઉટ કાઢી લો.
તમને જણાવી દઈએ કે, ઉમેદવારોએ કોલ લેટરમાં આપેલ તમામ વિગતો ધ્યાન પૂર્વક ચકાસવી, તેમજ જો કોઈ ભૂલ હોય તો તે વિશે તાત્કાલિક ગુજરાત પોલીસ વિભાગને જાણ કરવાની રહેશે.