ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ હોસ્પિટલમાં કોન્સ્ટેબલની આંખમાં મરચું નાખી જૂનાગઢ જેલનો કેદી ફરાર, પોલીસ ફરિયાદ નોધાઇ - Prisoner escapes from hospital

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રેહલો જૂનાગઢ જેલના કાચા કામનો કેદી હોસ્પિટલમાં કેમ્પસમાં જાપતામાં રહેલા કોન્સ્ટેબલની આંખમાં મરચાંની ભૂકી નાખી ભાગી ગયો હતો. કેદીના ફરાર થતા પોલીસે તેને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ હોસ્પિટલમાં જૂનાગઢ જેલનો કેદી ફરાર
રાજકોટ હોસ્પિટલમાં જૂનાગઢ જેલનો કેદી ફરાર (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2024, 10:25 AM IST

રાજકોટ:સમગ્ર ઘટનનાની મળતી વિગત મુજબ મોરબીના વતની સાગર નવઘણ મુંધવા વિરુદ્ધ કેશોદ પોલીસ મથકમાં અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોલીસે સાગરની ધરપકડ કરી તેને જૂનાગઢ જેલહવાલે કર્યો હતો. પાંચે દિવસ પહેલાં સાગરે જૂનાગઢ જેલમાં લોખડની ખીલી ખાઇ લીધી હતી. જેથી સાગરને જૂનાગઢ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રાજકોટના તબીબોએ સાગર મુંધવાને કેળા ખવડાવવાનું કહેતા જાપ્તાના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારણભાઇ બાબરિયા કેદી સાગરને લઇને હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્ટીને લઇને ગયા હતા.

કોન્સ્ટેબલ બાબરિયાએ કેળા ક્યાંથી મળશે તે અંગેની પુછપરછ કરી હતી. તે દરમિયાન કેદી સાગરે પોતાના પેન્ટના ખિસ્સામાં રહેલો રૂમાલ કાઢ્યો હતો અને રૂમાલમાં રહેલી મરચાંની ભૂકી કોન્સ્ટેબલ બાબરિયાની આંખમાં નાખી દીધી હતી. અચાનક જ હુમલો થતાં અને આખમા મરચું છંટાતા કોન્સ્ટેબલ બાબરિયા આંખો ચોળવા લાગ્યા હતા તે સાથે જ કેદી સાગરે ભાગી ગયો હતો. પોલીસ તેનો પીછો કર્યો પણ ત્યાં સુધી કેદી કોઠી કમ્પાઉન્ડની દીવાલ કૂદીને નાસી ગયો હતો. આ મામલે અંતે કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ બાબરિયાએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તો વધુમાં મળતી વિગત મુજબ કેદીનું ઓપરેશન કરવાનું હોવાથી પરિવાર મળવા આવ્યો હતો અને તેમાંથી જ કોઈ મરચું આપી ગયું હોવાની હાલ શંકા સેવાય રહી છે.

જેથી એ તરફ પણ પોલીસે તપાસ શરૂ કરી છે. તો આ કેદીએ પાંચ દિવસ પહેલાં જૂનાગઢ જેલમાં જેલ સહાયક અવકાસ એમ.ગામીત ફરજ પર હતા, ત્યારે સર્કલ નંબર 1માં બંધ દુષ્કર્મના આરોપી સાગર મુંધવા સર્કલ નં-2 માં જવા નીકળતા જેલ સહાયક તેને અટકાવ્યો હતો. જેથી કેદીએ જેલ સહાયક સાથે મારમારી કરી હતી જે મામલે જૂનાગઢ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો:

  1. 1 ઓક્ટોબરથી 13મી ઓક્ટોબર સુધી મહંતસ્વામી જૂનાગઢના બનશે મહેમાન, નવરાત્રિ સુધી કરશે રોકાણ - SWAMINARAYAN MANDIR MAHANT SWAMI

ABOUT THE AUTHOR

...view details