રાજકોટ: એક તરફ કાળઝાળ ગરમી અને તેમાં ઘટી રહેલા જળાશય, ડેમ અને તળાવનાં પાણીનાં સ્તરને લઈએં સૌરાષ્ટ્ર ઓઈલ મિલર્સ એસોસિએશનનાં પ્રમુખ સમીર શાહે ચિંતા વ્યક્ત કરીને ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે કલ્પસર યોજનાને કાર્યરત કરીને ખેતીલક્ષી સિંચાઈ માટેનાં પાણીની વ્યવસ્થાપનમાં આ યોજના ખુબજ કારગર સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી છે. શાહનું કહેવું છે કે, નર્મદાનાં નીર તો પીવાલાયક પાણીનાં હેતુથી સૌરાષ્ટ્ર-કચ્છનાં અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચતા કરવામાં આવ્યા છે, પણ જો કલ્પસર યોજનાને કાર્યરત કરવામાં આવે તો ખેતીવાડી માટે સિંચાઈલક્ષી પાણીની સમસ્યાનો પણ હલ નીકળી શકે એમ છે.
મગફળીનું ઉત્પાદન વધે તો પણ ખાદ્ય મગફળી તેલનાં ભાવ વધવાની છે સંભાવના શા માટે? - Prices of edible groundnut oil - PRICES OF EDIBLE GROUNDNUT OIL
વરસાદનો વરતારો અને સારી વર્ષા ઋતુ વચ્ચે મગફળીનું વાવેતર વધશે તેવી સંભાવનાઓ સેવાઈ રહી હોવા છતાં મગફળીનાં તેલનાં ભાવ વધશે કે ઘટશે, તે વિષે ETV BHARAT સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલર્સ એસોસિએશન (SOMA) અધ્યક્ષ સમીર શાહે શું કહ્યું? એ સમજવા અને જાણવા માટે જુઓ અને વાંચો આ ખાસ અહેવાલ ...PRICES OF EDIBLE GROUNDNUT OIL
Published : May 10, 2024, 12:34 PM IST
|Updated : May 10, 2024, 12:40 PM IST
મોડા ચોમાસાની મગફળીના પાકને નથી થતી અસર:વધુમાંઆગળ શાહે ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, ચોમાસુ મોડું હોવાથી મગફળીનાં ઉત્પાદનને ખાસ કોઈ અસર નથી પડતી, ખેડૂતો આ ઋતુપરિવર્તન ચક્ર સાથે ગોઠવાઈ ગયા છે, પણ આ બદલાયેલા ઋતુચક્રમાં એ પણ જોવા મળ્યું છે કે, શરૂઆતી સમયમાં એકધારો અનરાધાર વરસાદ આવી જાય છે અને પછી જોઈએ તેવો સમયાંતરે વરસાદ ન પડતા ખરીફ પાકોમાં ખેડૂતોને અસહ્ય નુકસાન વેઠવું પડે છે. કાળક્રમે કૃષિલક્ષી ઉત્પાદનમાં ઘટ આવતા એ કૃષિ ઉપજમાંથી બનતા ખાદ્ય-પદાર્થો પણ મોંઘા બને છે અને આમ એકંદરે મોંઘવારી તેમજ ફુગાવાનાં દરમાં પણ વધારો જોવા મળે છે, એવી પરિસ્થિતિમાં જો સરકાર આ કૃષિલક્ષી પાણીની સિંચાઈ માટેની કલ્પસર યોજના પર વ્યવસ્થિત રીતે ધ્યાન કેન્દ્રિત કરે તો સમાયંતરે કૃષિ પાકોને જોઈએ તેવું અને જોઈએ તેટલું પાણી મળી રહેતા આ મોંઘવારીની સમસ્યાને પણ નિવારી શકાય છે.
સ્કાયમેટ મુજબ ચોમાસુ સારું રહેશે: કૃષિલક્ષી સિંચાઈ માટેનાં પાણીની સમસ્યાને જો આ રીતે હલ કરવામાં આવે તો વીઘા દીઠ ઉત્પાદનમાં પણ ઘણો ફરક પડી જાય અને અમુક કૃષિ પાકોમાં જેમાં આપણે વીઘા દીઠ ઉપજ મુદ્દે બાંગ્લાદેશ જેવા રાષ્ટ્રોથી પણ આપણે પાછળ છીએ તેમાં પણ નોંધપાત્ર ફરક આવી શકે છે. આ વર્ષે એકંદરે ભારતીય હવામાન વિભાગ અને હવામાનની માહિતી આપનારી ખાનગી કંપની સ્કાયમેટ મુજબ ચોમાસુ સારું રહેવાનાં એંધાણ છે. જેને કારણે મગફળીનાં વાવેતર અને ઉત્પાદનમાં પણ સારો એવો વધારો જોવા મળી શકે તેમ છે, તેમ છતાંયે ગુણવતાવળી મગફળી જેમાં તેલની માત્રા ઓછી હોવાને કારણે મગફળીનાં પીલાણ ખર્ચમાં વધારો તેમજ આંતરાષ્ટ્રીય બજારોમાં યુદ્ધ જેવા માહોલની વચ્ચે કાચા તેલનાં (ક્રૂડ ઓઈલનાં) ભાવોમાં સર્જાયેલી તેજીને કારણે મગફળીનાં પરિવહન ખર્ચમાં વધારો જોવા મળશે અને તે કારણોસર 15 કિલોનો ખાદ્ય મગફળી તેલનો ડબ્બો થોડો મોંઘો રહેશે તેવી સંભવિત સંભાવના સમીરભાઈ શાહે ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવી હતી.