અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં ગતરોજ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. આ અસામાજિક તત્વો દ્વારા ગાડીઓમાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાના પગલે વાડજ પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરીને આરોપીઓ પૈકી 2 આરોપીઓની ધરપકડ કરી હતી.
વાડજમાં આરોપીઓએ આતંક મચાવ્યો: વાડજ વિસ્તારમાં આરોપીઓએ આતંક મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી. તે જ વિસ્તારમાં વાડજ પોલીસ દ્વારા બંને આરોપીઓનું ઝૂલુસ નીકળવામાં આવ્યું હતું. પરિસ્થિતિને ધ્યાને રાખીને પોલીસ દ્વારા આરોપીઓને પોલીસવાનમાંથી નીચે ઉતાર્યા વગર જ ઝૂલુસ નીકળવામાં આવ્યું હતું.
વાડજમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોનું પોલીસે નીકાળ્યું ઝૂલુસ (Etv Bharat Gujarat) આરોપીઓનું ઝૂલુસ કાઢવામાં આવ્યું: ટોળામાંના 15થી 20 લોકોનું ટોળું આરોપી હતું. જેમાંથી રણજીત કાળુભાઈ અને નીરવ ભરવાડ નામના 2 આરોપીને પોલીસ દ્વારા ધરપકડ કરીને ઘટના સ્થળેથી તેમનું ઝૂલુસ નીકળવામાં આવ્યું હતું. પોલીસની કામગીરીથી ખુશ થઈને સ્થાનિક લોકો આ ઝૂલુસ જોવા માટે જોડાયા હતા અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારાઓ લગાવ્યા હતા. ત્યારે તમને જણાવી દઈએ કે, આ ઘટનાની વધુ વિગતો અને અન્ય આરોપીઓની શોધખોળ માટે વાડજ પોલીસ સ્ટેશન દ્વારા તપાસનો દોર શરૂ રખાયો છે.
આ પણ વાંચો:
- અસામાજિક તત્વોએ ફરી અમદાવાદને માથે લીધું, 2 આરોપીઓની ધરપકડ