સુરતમાં ચલાવવામાં આવતો દેહવ્યાપાર (Etv Bharat gujarat) સુરત:જિલ્લામાં ઉધના પોલીસની ટીમે ઉધના પ્રભુનગર પાસે એક રૂમમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની મળેલ બાતમીના આધારે દરોડો પાડયો હતો. જ્યાંથી પોલીસે દેહવ્યાપાર ચલાવનાર સંચાલક જીગ્નેશ લખાણી તથા નુરજમાલ શેખ શેખ હકીમ તથા દલાલ સકોર એનામુલ્હાર, અપતારઉદીન અબ્બાસુદીન મોલ્લા અને ગ્રાહક આરીફ આલમ ખાનને ઝડપી પાડયા હતા.
સુરતમાં ચલાવવામાં આવતો દેહવ્યાપાર (Etv Bharat gujarat) 2 યુવતીઓ પૈકી 1 બાંગ્લાદેશી યુવતી મળી: પોલીસે 2 યુવતીઓ પૈકી 1 બાંગ્લાદેશી યુવતી જે પાસપોર્ટ વિઝાથી ભારત આવી હતી. જેને પકડી દેહવ્યાપારનો ધંધો નહી કરવા કાઉન્સેલિંગ કરી મુક્ત કરાવી હતી. તેમજ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 5 મોબાઈલ, રોકડા રૂપિયા 13,500 વગેરે મળીને કુલ 62,500 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
બાતમીના આધારે પોલીસે કરી રેડ: DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, ઉધના પોલીસને બાતમીના આધારે ઉધના વિસ્તારમાં દેહવ્યાપારનો ધંધો ચાલે છે. જેથી પોલીસે ત્યાં જઈને રેડ કરી હતી. પોલીસે ત્યાંથી 2 મહિલાઓને મુક્ત કરાવી છે. તેમજ કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 4 દેહવ્યાપારના રેકેટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે. જયારે 1 ગ્રાહક છે.
આરોપીઓ મોબાઇલથી રેકેટ ચલાવતા હતા:વધુમાં જણાવ્યું હતું કે, 1 યુવતી બાંગ્લાદેશી છે. તે મેડીકલ વીઝા પર અહી આવી હતી. છેલ્લા એકાદ મહિનાથી આ દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની પોલીસને માહિતી છે. ગતરોજ જયારે માહિતી મળતા ત્યાં રેડ કરવામાં આવી હતી. આરોપીઓ મોબાઈલમાં ફોટો શેર કરીને ગ્રાહકોને બોલાવતા હતા અને એ રીતે આખું રેકેટ ચાલતું હતું. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
- ધોરણ 10-12ની બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 12 સામાન્ય પ્રવાહનું 49.26 ટકા પરિણામ - Gujarat Education Board
- ભયના ઓથાર તળે કેમ રહેવા મજબૂર બન્યા આ ગામના લોકો, જાણો શું છે તેમની આપવીતી ? - Peoples lives at risk in river Keem