તિરુપતિ: આંધ્રપ્રદેશના તિરુપતિમાં વિષ્ણુ નિવાસ વૈકુંઠમાં સર્વ દર્શન ટોકન વિતરણ દરમિયાન નાસભાગમાં છ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. સમાચાર મુજબ સર્વદર્શન ટોકન જારી કરતા કેન્દ્રો પર અચાનક નાસભાગ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, તિરુપતિમાં ત્રણ જગ્યાએ શ્રદ્ધાળુઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.
CMOએ જણાવ્યું કે, સીએમ એન ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓ સાથે ફોન પર ઘટનામાં ઘાયલોની સારવાર અંગે વાત કરી. મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળે જવા અને રાહતના પગલાં લેવા આદેશ આપ્યો છે જેથી ઘાયલોને સારી સારવાર મળી શકે.
#WATCH | Andhra Pradesh: Four people died in a stampede that occurred at Vishnu Nivasam in Tirupati during the distribution of Vaikunta Dwara Sarva Darshan tokens.
— ANI (@ANI) January 8, 2025
CM N Chandrababu Naidu spoke to officials over the phone about the treatment being provided to the injured in the… pic.twitter.com/655uJ7NEiK
મળતી માહિતી મુજબ, શ્રીનિવાસમ ખાતે નાસભાગમાં તમિલનાડુના સાલેમની એક મહિલા શ્રદ્ધાળુ સહિત છ લોકોના મોત થયા હતા, જ્યારે ચાર અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને રૂઈયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. માહિતી પ્રાપ્ત થઈ છે કે સત્યનારાયણપુરમમાં ટોકન ઈશ્યુ કરનાર સેન્ટરમાં પણ નાસભાગ મચી ગઈ હતી.
આ મહિનાની 10, 11 અને 12 તારીખે વૈકુંઠદ્વાર સર્વદર્શન ટોકન આપવામાં આવી રહ્યા છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે જાહેરાત કરી છે કે, ગુરુવારે સવારે 5 વાગ્યાથી ટોકન આપવામાં આવશે. આ માટે બુધવારે સાંજથી જ ટોકન આપવાના કેન્દ્રો પર ભક્તોની કતારો લાગી હતી.
આ પણ વાંચો: