રાજકોટ: જિલ્લામાં સાઉદી અરેબિયા ખાતે મુસ્લિમ ધર્મની ધાર્મિક યાત્રાએ જવા માંગતા 19 જેટલા વ્યક્તિઓ સાથે છેતરપિંડીની ઘટના બની હોવાની બાતમી સામે આવી છે. રાજકોટના 19 જેટલા વ્યક્તિઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની માહિતી મળી હતી. આ સંપૂર્ણ ઘટના બાબતે બી ડિવિઝન પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ફરિયાદી સમીર મુલતાની નામના વ્યક્તિ દ્વારા અફઝલ રૂમિ, ફિરોઝ જાફાઈ અને બિસ્મિલ્લા તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. કુલ 19 જેટલા વ્યક્તિઓને મુસ્લિમ ધર્મની હજ તથા ઉમરાહની ધાર્મિક યાત્રા કરાવવાનું પેકેજ બહાર પાડી રૂપિયા 14,06,500 રકમ મેળવી લઈ યાત્રા કે આર્થિક લાભ ન અપાવડાવી છેતરપિંડી આચરવામાં આવી છે.
હજના નામે થઈ છેતરપિંડી: આ ઘટનામાં ફરિયાદએ ફરિયાદ નોંધાવતા માહિતી આપતા જણાવ્યું હતું કે, "એક વર્ષ પૂર્વે મેં તથા મારા પત્નીએ વિચાર કર્યો હતો કે માતા-પિતા વૃદ્ધ થઈ ગયા છે તો તેમને હજ તથા ઉમરાહની અમરા મુસ્લિમ ધર્મની ધાર્મિક યાત્રાએ મોકલીએ. જેથી ભગવતી પરા વિસ્તારમાં રઝવી ટુર એન્ડ ટ્રાવેલ્સના માલિક અફઝલ ભાઈ, ફિરોઝભાઈ તેમજ બિસ્મિલ્લા બહેનનો સંપર્ક કર્યો હતો. 14 જુલાઈ 2024 ના રોજ તેમને રૂબરૂ મળીને પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, સાઉદી અરબ જવા માટેની ટિકિટ પાસપોર્ટ તેમ અત્યારે જમવા માટેની તમામ વ્યવસ્થા દીઠ અલગ અલગ તારીખો માટે 61,000 થી લઈને 75,000 રૂપિયાનો ખર્ચ થશે. જેથી હું મારા માતા-પિતા તેમજ અમારી પતિ-પત્ની અને દીકરાની તથા મોટાભાઈની દીકરીની કુલ 6 ટિકિટ બુક કરાવી હતી. તેમજ મારા અન્ય પરિવારજનો સહિત કુલ મળીને 19 વ્યક્તિઓની ટિકિટ માટેની 14,06,500 જેટલી રકમ જમા કરાવડાવવામાં આવી હતી."
વધુમાં માહિતી આપતા ફરિયાદી જણાવ્યું કે, "અમને કહેવામાં આવ્યું હતું કે, તમામ 19 વ્યક્તિઓને ઉમરાહ કરાવીને પરત લાવીશું તેમજ પેકેજ અમદાવાદથી અમદાવાદનું રહેશે. 4 જાન્યુઆરી 2025 ના રોજ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મોડામાં મોડું સાંજના 6 વાગ્યા સુધીમાં પહોંચી જવાનું રહેશે. રાત્રે બાર વાગ્યે અમદાવાદથી જેહાદ સુધીની ફ્લાઈટ છે. જેથી ચાર જાન્યુઆરી 2025 ના રોજ હું મારા પરિવારજનોને લઈ અમદાવાદ ઇન્ટરનેશનલ ખાતે પહોંચ્યો હતો. જો કે ત્યાં પહોંચી ફિરોજભાઈ તેમજ અફઝલભાઈને ફોન કરતા તેમના ફોન બંધ આવતા હતા."
"બંને પાસે એક માસ પૂર્વે પાસપોર્ટ જમા કરાવવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ટર્મિનલ ટુ ખાતે પહોંચતા અમારી સાથે આવેલા ટૂર્સમાં આવવાવાળા તમામ લોકોને ફોન આવ્યા હતા અને જણાવ્યું હતું કે આપણી સાથે ફ્રોડ થયું છે. જેથી આ લોકો દ્વારા અમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ થયું હતું."
આ પણ વાંચો: