જામનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારી 24 ફેબ્રુઆરીના રોજ જામનગર આવી રહ્યા છે ત્યારે તેમના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન અધિનિયમ-1973ની કલમ-144 અન્વયે જામનગર જિલ્લાના એરફોર્સ સ્ટેશન, સર્કીટ હાઉસ તથા મહાનુભાવના આવવા-જવાના કોન્વોય રૂટની આજુ-બાજુના વિસ્તારોને "નો ડ્રોન ફલાય ઝોન" જાહેર કરેલ છે.
કોન્વોય રૂટની આજુ-બાજુના વિસ્તારોને "નો ડ્રોન ફલાય ઝોન" જાહેર કરેલ
આગામી 24 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરનાર છે અને ત્યારબાદ તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંભવિત પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર છે. જે સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલીત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણોનો ગેરલાભ લઈ મહાનુભાવની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચાડે તે હેતુથી અધિક નિવાસી કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામા આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવા કે કરવા પર પણ સંપુર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંસાધનોને આ જાહેરનામાંમાંથી મુકિત આપવામાં આવે છે. આ હુકમ તા. 21/02/2024 ના કલાક 00.00 થી તા.25/02/2024ના 22.00 કલાક સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-1860 ની કલમ-188 તળે શિક્ષાપાત્ર થશે.
- PM Modi in Jamnagar: જામનગરમાં PM નરેન્દ્ર મોદીના રાત્રી રોકાણના પગલે તંત્રની તડામાર તૈયારીઓ શરૂ
- Filmmaker Rajkumar Santoshi: ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા અને ડબલ પૈસા જમા કરવા કોર્ટનો આદેશ