રાજકોટ AIIMS ના IPD વિભાગનું પીએમ મોદી કરશે લોકાર્પણ રાજકોટ:આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજ્યની એક માત્ર રાજકોટ એઇમ્સના IPD વિભાગનું પીએમ મોદી લોકાર્પણ કરવાના છે. ત્યારે હાલ એઇમ્સ ખાતે તડામાર તૈયારીઓ શરૂ છે. એવામાં અત્યાર સુધી એઇમ્સ ખાતે OPD વિભાગ જ શરૂ હતો પરંતુ હવે 250 બેડનો IPD વિભાગ શરૂ કરવામાં આવશે. જેના કારણે અહીંયા દર્દીઓને દાખલ થવાની વ્યવસ્થા પણ થશે. એઇમ્સમાં ખૂબ નજીવા દરે દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. જોકે હજુ એઈમ્સનું સંપૂર્ણ કામ પૂર્ણ થતાં સમય લાગશે પરંતુ OPD બાદ હવે 250 બેડનો IPD ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવનાર છે. જેને લઇને અઇમ્સ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
AIIMSનું આગામી ટૂંક સમયમાં વડાપ્રધાનનાં હસ્તે લોકાર્પણ 250 બેડનો IPD વિભાગ શરૂ કરવામાં આવશે
સમગ્ર મામલે વિગતો આપતા રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર સીડીએસ કટોચે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 25મીએ પીએમ મોદી રાજકોટ એઈમ્સ ખાતે આવશે અને અહીંયા 250 બેડ ના IPD વિભાગનું લોકાર્પણ કરે તેવી શક્યતાઓ છે. એઈમ્સ ખાતે હાલ 250 બેડનો IPD વિભાગ તૈયાર છે. જ્યારે OPD વિભાગ તો અહીંયા ઘણા સમયથી કાર્યરત જ છે. આ સાથે જ અંદાજે 20 જેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેમાં મલ્ટી સ્પેશિયાલિટી સેવાઓ દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ અહી લેબોરેટરી માટે જે પણ ફેસીલીટી હોય આ તમામ ફેસીલીટીઓ હાલ તૈયાર છે. જેના કારણે અહીંયા સારવાર લેવા આવતા દર્દીઓને તમામ સુવિધાઓ એક જ સ્થળે મળી રહેશે.
OPD બાદ હવે 250 બેડનો IPD ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવનાર છે. શહેરથી દર અડધા કલાકે સિટી બસ સેવા શરૂ
જ્યારે રાજકોટ એઇમ્સએ શહેરની ભાગોળે પરાપીપળીયા ગામ ખાતે આવેલું છે. તેમ જ કનેક્ટિવિટીનો પણ અભાવ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે એઈમ્સના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે હવે એવો કોઈ પણ પ્રકારનો અભાવ રહ્યો નથી. જ્યારે બહુ મોટા પ્રમાણમાં કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. રાજકોટ એઇમ્સ ખાતે આવવા માટે તાજેતરમાં જ એક ફોર લાઇનનું બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.જેના વડે હાઇવે પરથી તમે સીધા જ એઈમ્સ ખાતે આવી શકો છો. જ્યારે રાજકોટ એઇમ્સ માટે અડધી અડધી કલાકે સીટી બસ પણ દોડાવવામાં આવી રહી છે. હાલમાં કોઈપણ પ્રકારનો કનેક્ટિવિટીનો ઇસ્યુ નથી. અત્યારે પણ દર્દીઓ મોટા પ્રમાણમાં એઇમ્સ ખાતે સારવાર લેવા માટે આવી રહ્યા છે.
250 બેડનો IPD વિભાગ શરૂ કરવામાં આવશે રૂ.10માં રજીસ્ટ્રેશન આખું વર્ષ ચાલશે
રાજકોટ એઈમ્સમાં ખૂબ નજીવા દરે લોકોને સારવાર મળશે. જેમાં એક વખત 10 રૂપિયા આપીને તમે અહી રજીસ્ટ્રેશન કરાવી લો છો. ત્યારે એક વર્ષ માટે તમને અહીંથી એક નંબર ફાળવવામાં આવે છે અને તમે આ નંબરના આધારે અહીંયા સારવાર લઈ શકો છો અને ગમે તે ડિપાર્ટમેન્ટમાં આ નંબરના આધારે દર્દીઓને સારવાર મળે છે. આ સાથે જ અહીંયા જનઔષધી કેન્દ્ર છે. જ્યાં પણ ખૂબ જ સસ્તી દવાઓ દર્દીઓને આપવામાં આવે છે. આ સાથે જ અલગ અલગ ટેસ્ટ જે ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવે છે તેના કરતાં ખૂબ નજીવા દરે એટલે કે માત્ર 50 થી 60 રૂપિયામાં આ ટેસ્ટ રાજકોટ એઇમ્સમાં થઈ શકે છે.
મલ્ટી સ્પેશિયાલિટી સેવાઓ દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડ્રોન સર્વિસ શરૂ કરવામાં આવશે
રાજકોટ એઇમ્સ દ્વારા જિલ્લાના બે આરોગ્ય કેંદ્ર પણ દત્તક લેવામાં આવ્યા છે. જ્યાં એઇમ્સના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે. ત્યારે આ આરોગ્ય કેન્દ્ર ખાતેથી કોઈ ટેસ્ટ અથવા મેડિસિન મોકલાવી હોય અથવા તો મંગાવી હોય તો ઓછા સમયમાં અને ઝડપી કેવી રીતના કામ થાય તે માટે તાજેતરમા જ એઈમ્સ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં એઈમ્સને સફળતા મળી હતી. ત્યારે આગામી દિવસોમાં રાજકોટ એઇમ્સ દ્વારા ડ્રોન સર્વિસીસ પણ શરૂ કરવામાં આવશે. જેના કારણે કોઈપણ વસ્તુઓના ટેસ્ટ અને મેડિસિન કોઈપણ સ્થળે પહોંચાડવી હોય હોય તો ટ્રાફિકની સમસ્યા વગર સહેલાઈથી અને ખૂબ ઓછા ખર્ચે આ કામ થઈ શકે છે.
રૂ.1200 કરોડના ખર્ચે તૈયાર થશે એઈમ્સ
ગુજરાતમાં એકમાત્ર એઇમ્સ રાજકોટને ફાળવવામાં આવી છે. એવામાં રાજકોટ એઇમ્સમાં દર્દીઓને વિવિધ સુવિધાઓ આપવામાં આવશે. જેમાં અહી સારવાર લેવા આવતા દર્દીઓને લાઈનમાં ઊભું રહેવું ના પડે, આ સાથે જ દર્દીઓ જે પણ ટેસ્ટ કરાવે તેનો રિપોર્ટ વહેલી તકે તેમને મળી જાય. તેમજ અહીંયા સારવાર લેવા આવતા દર્દીઓને પણ ગુણવત્તા યુક્ત સારવાર મળે તે જરૂરી રહેશે. ઉલ્લેખનીય છે કે વિજયભાઈ રૂપાણી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા તે સમયે રાજકોટને એઇમ્સની ફાળવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ અહી એઇમ્સ નિર્માણની કામગીરી કરાઇ હતી. એવામાં કોરોનાના કારણે એઈમ્સ સંપૂર્ણ બનતા વધુ સમય લાગ્યો છે. ત્યારે હવે IPD ડિપાર્ટમેન્ટ શરૂ થયા બાદ એક પછી એક એમ તમામ સ્પેશિયલ વિભાગો શરૂ કરવામાં આવનાર છે.
- PM Modi visit Rajkot : સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ થશે, જાણો શું છે ખાસિયત
- Kutch News : અમેરિકાના દંપતિ દ્વારા કચ્છી હસ્તકળાના અદભૂત નમૂનાઓ કચ્છના LLDC મ્યુઝિયમને સોંપવામાં આવ્યાં