ગુજરાત

gujarat

ETV Bharat / state

PM મોદી અને સ્પેનના વડાપ્રધાન સંસ્કારી નગરીમાં આવતા પહેલા, જુઓ ઝૂંપડપટ્ટીઓને શેડથી ઢંકાઈ - PM MODI WILL VISIT VADODARA

28 ઓક્ટોબરના રોજ PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરાની મુલાકાતે આવનાર છે. ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

28  ઓક્ટોબરે પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરા આવશે જેની તૈયારીઓ શરુ કરાઇ છે
28 ઓક્ટોબરે પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરા આવશે જેની તૈયારીઓ શરુ કરાઇ છે (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2024, 7:02 AM IST

Updated : Oct 18, 2024, 12:15 PM IST

વડોદરા: આગામી 28 ઓક્ટોબરના રોજ PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બ્લી લાઈનના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવાના છે. જેને લઈને વડોદરા શહેરમાં તડામાડ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન જે રૂટ ઉપરથી પસાર થવાના છે. તે સમગ્ર રૂટ ઉપર રોડ કાર્પેટિંગ, બ્રિજ ઉપર રંગરોગાન, રોડની બંને બાજુ ફૂટપાથની કામગીરી ચાલતી જોવા મળી રહી છે. વડોદરાના ન્યૂ VIP રોડ ઉપરથી વડાપ્રધાન મોદીની નજરથી ઝૂંપડપટ્ટી અને ગંદકી છુપાવવા આડશ મૂકીને મોટા મોટા પતરા મારવામાં આવી રહ્યા છે.

"પડદે કે પીછે ક્યાં હૈ" એ સ્થિત કાંઈક અલગ જ છે:પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને હાલ વડોદરા શહેરના વિવિધ જગ્યાએ કલરકામ થઈ રહ્યું છે. વડાપ્રધાન જે રૂટ ઉપરથી પસાર થવાના છે. એવા અમિતનગર બ્રિજને પણ રંગવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર બ્રિજ ઉપર પેઇન્ટિંગ્સ પણ દોરવામાં આવી રહ્યા છે અને રૂટ ઉપરની દિવાલો ઉપર પણ પેઇન્ટિંગ બનાવવામાં આવી રહ્યા છે. આ કામગીરી 20 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મોદી જે રૂટ ઉપરથી પસાર થવાના છે. તે રૂટ ઉપર પેચવર્ક, ભુવાઓનું પૂરાણ, ફૂટપાથનું રિપેરિંગ અને તૂટેલા ડિવાઈડરનું સમારકામ પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ એ સાથે જ મોદી સાહેબની નજરમાં શહેરની ગંદકી ન આવે તે માટે વરસાદી કાંસને આડસ કરીને ઢાંકવામાં આવી રહી છે.

28 ઓક્ટોબરે પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરા આવશે જેની તૈયારીઓ શરુ કરાઇ છે (Etv Bharat Gujarat)

ઝૂપડપટ્ટીને સંતાડવા શેડ મારવામાં આવ્યા: રસ્તામાં વૃક્ષોની ડાળીઓ નડતરરૂપ ન થાય તે માટે ટ્રિમિંગ પણ કરવામાં આવ્યું છે. ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટથી વડોદરા લક્ષ્‍મી વિલાસ પેલેસ જવાના રોડ ઉપર સાંઇદીપ નગર સોસાયટી પાસે મોટા મોટા પતરાના શેડ મારવામાં આવી રહ્યા છે. અહીં રોડની બાજુમાં ઝુપડપટ્ટી અને ખૂબ જ ગંદકી છે. જેને વડાપ્રધાનથી છુપાવવા માટે આ શેડ મારવામાં આવી રહ્યા છે. અહીં બંને બાજુ ફૂટપાથની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના હસ્તે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ એસેમ્બ્લી લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ન્યૂ આઈપી રોડ ઉપર વૈકુંઠ નજીક ઊભા કરાયેલા ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એરક્રાફ્ટ પ્લાન્ટ ખાતે આ કાર્યક્રમ યોજાશે.

દેશના 1500 ઉદ્યોગપતિને આમંત્રણ અપાશે: વડાપ્રધાનના આગમન અને વિકાસ સપ્તાહ અંતર્ગત પાલિકા દ્વારા શહેરને સુશોભિત કરવા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સરકારી ઇમારતો ઉપર લાઇટિંગ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. જાણવા મળતી માહિતી મુજબ વડાપ્રધાનના ન્યૂ VIP રોડથી લક્ષ્મી વિલાસ પેલેસ સુધીના રૂટને દિવાળીની જેમ રોશનીથી પણ શણગારવામાં આવશે.

લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે શાહી ભોજન કરશે: ભારત અને સ્પેનના વડાપ્રધાન માટે લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં શાહી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનું ડેલિગેશન તથા સ્પેનના વડાપ્રધાન અને ડેલિગેશન રાજવી પરિવાર સાથે ભોજન કરશે.

આ પણ વાંચો:

  1. છોટાઉદેપુરમાં પ્રસૂતા મહિલાના મોત મામલે ગુજરાત હાઈકોર્ટે કલેક્ટર પાસેથી માંગ્યો જવાબ
  2. ઈકોઝોનના વિરોધમાં તલાલા માર્કેટિંગ યાર્ડ પણ જોડાયું, સરકારને કાયદો પાછો ખેંચવા કરી માંગણી
Last Updated : Oct 18, 2024, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details