શું તેલ વગરનું અથાણું પણ બની શકે છે? જાણો (etv bharat gujarat) જુનાગઢ: તેલ વગર અથાણું બની શકે આ સવાલનો જવાબ ચોક્કસ પણે ના હોય પરંતુ જૂનાગઢમાં આજે તેલ વગરનું અથાણું પણ બની શકે છે. અને તેને બાર મહિના સુધી સાચવી શકાય છે, તે પ્રકારની એક રેસીપી તૈયાર કરવામાં આવી છે જે આજે જૂનાગઢની મહિલાઓ સમક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે તેલથી લથપથ અથાણું બનતું હોય છે પરંતુ આ અથાણું બાફીને બનાવવામાં આવે છે.
આ રીતે બનેલું અથાણું ફ્રિજની બહાર પણ એક વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય (etv bharat gujarat) તેલ વગરનું અથાણું :આમ તો અથાણાની સિઝન બિલકુલ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જૂનાગઢની મહિલાઓ માટે ખાસ તેલ વગરનું અથાણું બનાવવાનું એક નાનો સેમીનાર યોજાયો હતો. જેમાં ચંદ્રિકાબેન સોઢા દ્વારા તેલ વગરનું અથાણું બનાવવાની રીત જૂનાગઢની મહિલાઓને આપી હતી.
તેલ વગરના અથાણામાં માત્ર ચાની બે ચમચી જેટલા તેલનો ઉપયોગ (etv bharat gujarat) અથાણું 12 મહિના સુધી સાચવી શકાય: સામાન્ય રીતે અથાણાની વાત આવે એટલે સૌ કોઈ તેલથી લથપથ અથાણાની કલ્પના કરે પરંતુ આજે જે અથાણાની રીત બતાવવામાં આવી છે, તેમાં નામ માત્ર તેલનો ઉપયોગ કરીને બનાવમાં આવે છે. ઉપરાંત આ અથાણું 12 મહિના સુધી કોઈપણ વ્યક્તિ ફ્રિજની બહાર પણ સાચવીને તેનો ઉપયોગ કરી શકે છે. તેલ વગરના અથાણામાં માત્ર ચાની બે ચમચી જેટલા તેલનો ઉપયોગ કરાયો છે, અને તે પણ કુરિયાના વઘાર માટે બાકી આખા અથાણામાં ક્યાંય પણ તેલનો ઉપયોગ કરાયો નથી.
જૂનાગઢની મહિલાઓ માટે ખાસ તેલ વગરનું અથાણું બનાવવાનું એક નાનો સેમીનાર યોજાયો (etv bharat gujarat) તો ચાલો જાણીએ કેવી રીતે બને છે આ તેલ વગરનું અથાણું:
આ રીતે બનેલું અથાણું ફ્રિજની બહાર પણ એક વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય (etv bharat gujarat) અથાણું બનાવવાની રીત: તેલ વગરનું અથાણું બનાવવાની રીતમાં સૌ પ્રથમ વખત કેરી ગાજર અને ગુંદાને બાફી લેવાના હોય છે. ત્યારબાદ રાય, મેથી, ધાણા, હિંગ, વરિયાળી પર માત્ર ચાની બે ચમચી જેટલું ગરમ તેલ નાખીને તેનો વઘાર કરવાનો હોય છે. ત્યારબાદ કોલ્હાપુરી ગોળમાં એક ચમચી પાણી નાખીને ગેસ પર ગરમ કરવામાં આવે છે.
તેલનો નહિવત વપરાશ કરીને અથાણું બનાવી શકાય (etv bharat gujarat) હવે આગળ શું ?:જાડી ચાસણી બને ત્યારે ગેસને બંધ કરીને ઉકાળેલું ગોળ, બાફેલા કેરી, ગાજરને અથાણામા ભેળવીને મિક્સ કરી છેલ્લે તેને રાય, મેથી, ધાણા અને વરિયાળીના કુરિયામાં મિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં લાલ મરચું અને મરી નાખીને તેને એકદમ સારી રીતે મિક્સ કરીને ઠંડુ થયા બાદ તેને કાચની બરણીમાં ભરવામાં આવે છે. આમ આ રીતે બનેલું અથાણું ફ્રિજની બહાર પણ એક વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારે સાચવી શકાય છે.
- સફેદ મીઠું ખાવાનું બંધ કરો, નહીં તો આ 18 બીમારીઓ માટે તૈયાર રહો - White Salt Side Effects
- તીવ્ર ગરમીમાં ORSએ તોડ્યો વેચાણનો રેકોર્ડ, જાણો શું છે ફાયદા - Ors Sales Up