ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકસભા ચૂંટણી ટાણે પાટીદાર અનામત આંદોલન અત્યાચારનો મુદ્દો ફરી ધૂણ્યો - Patidar reservation movement - PATIDAR RESERVATION MOVEMENT

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તમામ પક્ષ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. આ વચ્ચે પાટીદાર આંદોલનનો મુદ્દો ફરી ચગ્યો છે. પાટણમાં પાટીદાર સમાજની બેઠક દરમિયાન ઉપસ્થિત લોકોએ અનામત આંદોલન સમયે થયેલા અત્યાચારનો બદલો લેવા શપથ લીધા હતા.

પાટણના ચંદનજી ઠાકોર
પાટણના ચંદનજી ઠાકોર

By ETV Bharat Gujarati Team

Published : Mar 30, 2024, 10:13 AM IST

Updated : Mar 30, 2024, 4:50 PM IST

સતીષ પટેલ પાટીદારોને શપથ લેવડાવ્યા

મહેસાણા : પાટણમાં પાટીદારોની સભાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં અનામત આંદોલનમાં પાટીદાર સમાજના લોકો પર થયેલા અત્યાચારનો બદલો લેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. મહેસાણા પાસના કન્વીનર સતીષ પટેલનું નિવેદન આ વિડીયોમાં સામે આવ્યું છે.

પાટણમાં પાટીદાર બેઠક : પાટણમાં પાટીદાર સમાજની સભામાં પાસના કન્વીનર સતીષ પટેલ પાટીદારોને શપથ લેવડાવ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. અનામત આંદોલનમાં પાટીદાર સમાજના લોકો પર થયેલા અત્યાચારનો બદલો લેવા શપથ લેવડાવ્યા હતા.

સતીષ પટેલનું આહવાન :આ સમગ્ર મામલે સતીષ પટેલનું નિવેદન હતું કે, પાટીદાર સમાજ પહેલેથી ભાજપ સાથે વણાયેલો છે. અનામત માંગી તો પાટીદાર સમાજ પર અત્યાચાર કર્યો. આંદોલન દરમિયાન કરેલા કેસો પરત ખેંચવાની માંગ હજુ નથી પૂરી કરાઈ. પાટીદાર સમાજ પર અત્યાચાર કરનાર અધિકારીઓ પર પગલાં લેવાયા નથી.

પાટીદાર અનામત આંદોલન અત્યાચારનો મુદ્દો ફરી ધૂણ્યો

ભાજપને આપ્યો પડકાર :પાટીદાર સમાજને હજી ન્યાય મળ્યો નથી. 26-0 નું ભાજપનું અભિમાન આ વખતે ઉતારવાનું છે. અમે શપથ લેવડાવ્યા અને દરેક પાટીદાર કોંગ્રેસને વોટ આપે. પાટણના ચંદનજી ઠાકોરને વોટ આપવા અપીલ કરી હતી. પાટણ બાદ રાજ્યમાં પણ પાસ કન્વીનરો આવું આયોજન કરી શકે છે.

સતીષ પટેલના ચાબખા :ભાજપમાં જોડાયેલા પાસ આગેવાનોની વેદના હતી. એમને કહેવાયેલું કે જેલમાં રહેવું છે કે મહેલોમાં રહેવું છે ?ઇડી અને પોલીસનો ડર બતાવી તેમને ભાજપમાં લઇ લેવાયા. એમની પરના કેસ હટી જશે તો તે પાછા આંદોલનમાં આવી જશે. હાર્દિક પટેલ, વરૂણ પટેલ, કેતન પટેલ, ચિરાગ પટેલ દરેકને સમાજની વેદના છે. જે દિવસે ભાજપમાં જોડાયેલા અમારા આગેવાનો પરના કેસ પાછા ખેંચાશે ત્યારે મને ખાત્રી છે કે પરત આવી જશે.

  1. પાટીદાર અનામત આંદોલનમાં હરિભાઈએ ભોગ આપ્યો છે, પાર્ટીએ યોગ્ય વ્યક્તિને ટિકિટ આપી છે: નારાયણ કાકા - Loksabha Election 2024
  2. પાટણ બેઠક જીતવા કોંગ્રેસે ભાજપના ભરતસિંહ ડાભી સામે ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા - Patan Lok Sabha Seat
Last Updated : Mar 30, 2024, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details