પાટણ : ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતમાં રાધનપુરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને બંધવડ જગ્યાના મહંત સંજીવનીદાસ મહારાજના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. "છોડમાં રણછોડ, વૃક્ષમાં વાસુદેવ" ના સૂત્રો સાથે મોટી સંખ્યામાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
1001 રોપાનું રોપણ :ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપના અને "એક પેડ માં કે નામ" નાં સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું. આજે અહીં એક હજાર એક રોપાનું રોપણ કર્યું છે. સાથે જ આ ગામના લોકો દરેક વૃક્ષોને દત્તક લઈને તેનું જતન કરી ઉછેરશે. આમ આખા ગુજરાતને સંદેશ આપ્યો છે કે, વૃક્ષ એ ધરતીની શોભા છે.
રાધનપુરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ :બંધવડ ગામના તળાવની પાળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, તળાવની નજીક વૃક્ષો હોવાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે. જેને લઇને તળાવની પાળ આજુબાજુમાં વૃક્ષારોપણ કરાયું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત સરપંચ ખેતાભાઈ, ડેલીકેટ જીતુભાઈ, માર્કેટયાર્ડના ચેરમેન કનુભાઈ ચૌધરી, રામાભાઈ માનાભાઈ, દશરથભાઈ પ્રજાપતિ સહિતના તમામ ગ્રામ પંચાયતના સભ્યોએ હાજરી આપી હતી. તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા.
લીમડાના વૃક્ષોનું નિકંદન :આ કાર્યક્રમ અંગે માહિતી આપતા સંજીવનીદાસ બાપુએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે લીમડા જોવા મળી રહ્યા છે. અને લોકો પણ હાલ લીમડાના લીલા વૃક્ષોનું નિકંદન કરી બજારમાં આવેલ લાટીઓમાં વેચાણ કરતા હોય છે. ત્યારે ખરેખર લીમડાના વૃક્ષ પર સરકારે પ્રતિબંધ મૂકી, આ વૃક્ષોને કાપવાની મંજૂરી ના આપવી જોઈએ. સાથે જ કડક વલણ દર્શાવી કાર્યવાહી કરવી જોઈએ.
- રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં કેટલો વરસાદ વરસ્યો જાણો..
- પાટણમાં વીજળી કડાકા સાથે ધોધમાર વરસાદ, નીચાણવાળા માર્ગો પર પાણી ભરાયા