ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Accident News : પાટણના ધરમોડા નજીક કાર અને બાઇક અકસ્માત, ત્રણના મોત ત્રણ ઘાયલ - કાર અને બાઇક અકસ્માત

પાટણમાં સમી હારીજ હાઇવે રોડ પર સવારે અને બપોર બાદ એમ બે અલગ અલગ અકસ્માતમાં કુલ 6 લોકોના મોતના સમાચાર સામે આવ્યાં હતાં. મિની ટ્રક અને પદયાત્રીઓનો અકસ્માત અને બાદમાં કાર અને બાઇક અકસ્માતથી હારીજ હાઇવે રક્તરંજિત બન્યો હતો.

Patan Accident News : પાટણના ધરમોડા નજીક કાર અને બાઇક અકસ્માત, ત્રણના મોત ત્રણ ઘાયલ
Patan Accident News : પાટણના ધરમોડા નજીક કાર અને બાઇક અકસ્માત, ત્રણના મોત ત્રણ ઘાયલ

By ETV Bharat Gujarati Team

Published : Feb 16, 2024, 9:18 AM IST

એક દિવસમાં બે ગમખ્વાર અકસ્માત

પાટણ : પાટણ જિલ્લાનો હારીજ ચાણસ્મા હાઇવે આજે પદયાત્રીઓ અને વાહન ચાલકો માટે ગોઝારો સાબિત થયો છે. અકસ્માતના બે અલગ અલગ બનાવોમાં 6 વ્યક્તિના મોત અને 8 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા છે. ધરમોડા નજીક અલ્ટો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં મુસાફરી કરી રહેલા બે અને બાઈક ચાલક મળી ત્રણમાં મોત થયા છે અને ત્રણને ગંભીર ઈજાઓ થવા પામી હતી. હાઇવે પર બે અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે કમ કમાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતાં.

ગોઝારો અકસ્માત : સમી ઉપર સમી હારીજ હાઇવે ઉપર વરણા જતા પદયાત્રીકો મોટી સંખ્યામાં પસાર થતાં મિની ટ્રકે 35 પદયાત્રી કો પૈકી આઠ જણાને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતા ત્રણના મોત થયા હતાં. જ્યારે પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ લોકોના મન પરથી દૂર થયો નથી તેવામાં બીજો ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં પણ ત્રણ લોતોના મોત નીપજ્યાં હતાં.

કાર અને બાઇકનો અકસ્માત : ત્યાં બપોર બાદ ચાણસ્મા હારીજ હાઇવે ઉપર અકસ્માતની ગોજારી ઘટના બનવા પામી હતી. ધરમોડા પાસે બપોરના સમયે હાઇવે પરથી પસાર થઈ રહેલ મારુતિ અલ્ટો કાર gj 2 બીપી 33 62 અને બાઈક નંબર gj 24 એડી 1663 વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર બાઈક ચાલકને ટક્કર મારી રોડની સાઈડમાં ઝાડ સાથે ધડાકાભેર અથડાતા કારનો કચરણ ઘાણ વળી ગયો હતો.

ત્રણના મોત ત્રણ ઘાયલ : આ અકસ્માતમાં કાર ચાલક પટેલ મનોજભાઈ હેમરાજભાઈ, પટેલ વિશ્વાબેન કનુભાઈ અને જેસડા ગામના બાઈક ચાલક ઠાકોર રામાજી વાઘાજીનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે કારમાં મુસાફરી કરી રહેલ બનાસકાંઠાના પાલાવાસણા ગામના પટેલ પરિવારના અંજનાબેન કનુભાઈ ધ્રુવાંગ કનુભાઈ અને શિવાન્યા કનુભાઈને ગંભીર ઇજાઓ થતા 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

હારીજ હાઇવે રક્તરંજિત : પાટણ ચાણસ્મા હાઇવે ચાણસ્મા હારીજ હાઇવે પર અકસ્માતના બે અલગ અલગ બનાવવામાં છના મોત અને આઠ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતાં અરેરાટી સાથે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા લોકોમાં અનુકંપાની લાગણી ફેલાઈ હતી.

  1. Patan Accident News : દાતરવાડા નજીક વરાણા જતા પદયાત્રીઓ પર ટેમ્પો ફરી વળ્યો, 3ના મોત 5 ગંભીર ઇજાગ્રસ્ત
  2. Mamlatdar Suicide: ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરતા પહેલાં મામલતદારે પીધી હતી ઝેરી દવા

ABOUT THE AUTHOR

...view details