ગુજરાત

gujarat

ETV Bharat / state

Rupala In Rajkot: રાજકોટ લોકસભા બેઠક પરથી ટિકિટ મળ્યા બાદ રૂપાલાએ પ્રચાર શરૂ કર્યો - કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા

રાજકોટ લોકસભા બેઠક પરથી કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલા મેદાને ઉતર્યા છે. ત્યારે આ રૂપાલા રાજકોટ ખાતે લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવા આવી પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓ સાથે રેલી યોજી હતી.

પરશોત્તમ રૂપાલા મેદાને ઉતર્યા
પરશોત્તમ રૂપાલા મેદાને ઉતર્યા

By ETV Bharat Gujarati Team

Published : Mar 6, 2024, 8:14 AM IST

પરશોત્તમ રૂપાલા મેદાને ઉતર્યા

રાજકોટ: દેશમાં ગણતરીના દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. ભાજપ દ્વારા લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી તાજેતરમાં જ બહાર પડાઈ છે. જેમાં રાજકોટ બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે પુરુષોત્તમ રૂપાલા રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા.

Rupala In Rajkot

રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા પરશોત્તમ રૂપાલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરશોત્તમ રૂપાલાએ શહેરના પારેવડી ચોક ખાતેથી 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ભાજપના લોકસભાના મધ્યસ્થ કાર્યાલય સુધી રેલી યોજી હતી. જેમાં અનેક કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. જોકે રૂપાલા રાજકોટ લોકસભા બેઠક ઉપરથી લડવાના હોય ત્યારે કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે.

Rupala In Rajkot

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા છે. ત્યારે આ મામલે પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે આ પ્રશ્નનો જવાબ કોંગ્રેસ પાર્ટી આપવો જોઈએ, જ્યારે હું બંને નેતાઓને ભાજપમાં આવકારું છું. અંબરીશ ડેર અમારા રાજુલાના છે અને મૂળ લાઠીના છે. હવે તેઓ રાજુલામાં સ્થાયી થયા છે. જ્યારે અર્જુનભાઈ મારી દ્રષ્ટિએ સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતા કહી શકાય અને વર્ષો સુધી અમે સામ સામે રહ્યા છીએ. ત્યારે તેમને કેવા સંજોગોમાં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે તે પોતે જ જાણ કરી શકે. - પરશોત્તમ રૂપાલા, કેન્દ્રિય મંત્રી

Rupala In Rajkot

વિકસિત ભારતના લક્ષ્ય સાથે મતદારો વચ્ચે જશે:પરશોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકોટ ભાજપની ટીમ દ્વારા જે પણ કાર્યક્રમ યોજવામાં આવશે તે તમામ કાર્યક્રમમાં હું કાર્યકર્તા તરીકે હાજરી આપીશ. આ વખતની લોકસભાની ચૂંટણીમાં અમે સૌ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના લક્ષ્ય સાથે મતદારોની વચ્ચે જવાના છીએ. રાજકોટ વાસીઓ અમને સહકાર આપશે તેવી અપેક્ષા છે. રાજકોટ લોકસભા વિસ્તારના પ્રશ્નોને લઈને તેમને જણાવ્યું હતું કે પ્રશ્નો હોય એ એક નિત્ય પ્રક્રિયા છે. અત્યારે જે પ્રશ્નો સમાજમાં હોય તેનું નિરાકરણ થઈ જાય તો આગામી દિવસોમાં કોઈ પ્રશ્ન ન હોય તેઓ શક્ય નથી. જ્યારે આ પ્રશ્નોના ઉકેલ માટે તમે કેવા પ્રયત્નો કરવાના છો તે મહત્વનું છે.

  1. Mahesh Vasava: મહેશ વસાવાનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર, આવો છે ભાજપનો માસ્ટર પ્લાન...
  2. Sabarkantha Lok Sabha Seat: સાબરકાંઠા બેઠક પર OBC કાર્ડ ચાલશે કે આદિવાસી ?

ABOUT THE AUTHOR

...view details