બનાસકાંઠા: રાજ્યમાં ACBની ટ્રેપમાં સરકારી લાંચિયા અધિકારીઓ પકડાવવાની ઘટના રોજે રોજ સામે આવી રહી છે. ત્યારે પવે પાલનપુરમાં જીલ્લા સેવા સદન-2માં નાયબ કલેક્ટર અને પ્લાનિંગ આસિસ્ટન્ટ લાંચ લેતા ઝડપાતા અધિકારીઓમાં ફફડાટ મચી ગયો હતો.
સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા માંગ્યા 3 લાખ
વિગતો મુજબ, ફરીયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવેલું હતું. જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલી સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા માટે એક મકાનના રૂ.1.50 લેખે બે મકાનના રૂ.3 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. જોકે ફરિયાદી લાંચના પૈસા આપવા ન માગતા હોવાથી તેમણે એ.સી.બીનો સંપર્ક કર્યો હતો.
ACBની ટ્રેપમાં અધિકારી પકડાયા
જેથી ACB દ્વારા ટ્રેપ ગોઠવીને છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છટકા દરમ્યાન નાપ્લાનિંગ આસિસ્ટન્ટ ઈમરાનખાન નાગોરીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી અને લાંચના નાણાં સ્વીકારી તે નાણાં ક્લાસ-1 અધિકારી નાયબ કલેક્ટર અંકિતા ઓઝાને તેમના ચેમ્બરમાં આપ્યા હતા. આમ બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી, સ્થળ ઉપરથી પકડાઈ ગયા હતા. ACB દ્વારા સ્થળ પરથી લાંચની 3 લાખ રૂપિયાની રકમ પણ રીકવર કરવામાં આવી હતી. પાલનપુર જીલ્લા સેવા સદન-2માં આ રીતે ક્લાસ-1 અને ક્લાસ-3 અધિકારી લાંચ લેતા ઝડપાતા કચેરીમાં ચર્ચાનો કિસ્સો બન્યો હતો.
આ પણ વાંચો:
- કચ્છમાં કુરીયરથી ગાંજાની હેરફેરની મહિનામાં ત્રીજી ઘટના, ગાંધીધામમાં 140 કિલો ગાંજો ઝડપાયો
- રાજકોટઃ ભારત-પાક મેચ વખતે મગાવ્યા મેકડોનાલ્ડ્સના બર્ગર અને ધર્મ અભડાયો- Video