સુરત: જિલ્લામાં એક મહિના અગાઉ વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું હતું. અને અલગ અલગ તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો.ત્રણ દિવસ અગાઉ ઉમરપાડા તાલુકામાં માત્ર 4 કલાકમાં 16 ઇંચ વરસાદ નોંધાયો હતો.જેને લઇને ઉમરપાડા તાલુકામાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.નદી નાળા ગાંડાતૂર થયા હતા.ત્યારે હવામાન વિભાગે સુરત જિલ્લામાં વધુ ત્રણ દિવસની ભારે વરસાદની આગાહી કરતા સુરત જિલ્લાનું તંત્ર હરકતમાં આવી ગયું.
ગાજ્યા મેઘ વરસ્યા નહિ: ભારે વરસાદની આગાહી વચ્ચે સુરતમાં છેલ્લા બે દિવસમાં માત્ર 9 mm વરસાદ... - Surat Rain Update - SURAT RAIN UPDATE
સુરતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે. એવામાં છેલ્લા બે દિવસમાં એવરેજ માત્ર 9 MM વરસાદ વરસ્યો છે. માંડવી, ચોર્યાસી અને માંગરોળ તાલુકામાં હજુ ધોધમાર વરસાદ વરસ્યો નથી જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. Surat Rain Update
Published : Jul 17, 2024, 7:50 PM IST
ચારેય તરફ NDRF ની ટીમ તૈનાત: આ વરસાડી માહોલમાં અને SDRF , NDRF ની ટીમોને સ્ટેન્ડ બાય કરી દીધી હતી. જોકે ભારે વરસાદની આગાહી વાળા બે દિવસ સાવ કોરા ગયા છે.સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસમાં એવરેજ માત્ર 9 MM વરસાદ વરસ્યો છે. માંડવી, ચોર્યાસી અને માંગરોળ તાલુકામાં હજુ ધોધમાર વરસાદ વરસ્યો નથી જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
વરસાદી આંકડા: આ સીઝનમાં વરસેલા વરસાદી આંકડા તરફ નજર કરીએ તો ઓલપાડ 625 MM, માંગરોળ 451 MM, ઉમરપાડા 1012 MM, માંડવી 348 MM, કામરેજ 634 MM, સુરત સીટી 594 MM, પલસાણા 822 MM, બારડોલી 729 MM અને મહુવા તાલુકામાં 757 MM વરસાદ વરસ્યો છે.