અમદાવાદ:સરકારી નોકરી કરવા ઈચ્છતા યુવાઓ માટે ONGCમાં નોકરીની તક છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન મહેસાણા દ્વારા ગુજરાતમાં 6 જગ્યાઓ પર વિવિધ ખાલી પડેલી પોસ્ટ પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ માટે ONGC દ્વારા અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી છે. જાણો ભરતી માટે ક્યાંથી અરજી કરવી, કેટલો પગાર મળશે, શું લાયકાત હોવી જોઈએ બધી જ વિગતો.
કઈ પોસ્ટ માટે થઈ રહી છે ભરતી?
ONGC મહેસાણા દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ગુજરાતમાં મહેસાણા, પાલનપુર, પાટણ, હિંમતનગર, ભૂજ તથા રાજકોટમાં 6 જગ્યાઓ પર આવેલી હોસ્પિટલ માટે સ્પેશ્યાલિસ્ટ, સુપર સ્પેશ્યાલિસ્ટ, ડેન્ટલ સ્પેશ્યાલિસ્ટ, ડાયગ્નોસ્ટિક સેન્ટર, ફિઝિયોથેરાપી સેન્ટર માટે ભરતી કરવામાં આવી રહી છે.
- કેવી રીતે કરશો અરજી?
ઉમેદવારોએ https://docs.google.com/forms/d/e/1FAIpQLSchei4S5BjwokXQhn0AhJ6GGFV8y3qbn_ptDmN4QogFuPsspA/viewform?pli=1 લિંક પર અથવા અહીં ક્લિક કરીને પોતાની વિગતો સાથે ફોર્મ ભરવાનું રહેશે. - આ ઉપરાંત ઉમેદવારો દસ્તાવેજની ફિઝિકલ કોપી સાથે રવિન્દ્ર પટેલ, રૂમ નંબર 18, કોલોની ડિસ્પેન્સરી, ઓએનજીસી કોલોની, પાલાવાસણા, મહેસાણા – 384003, ઓફિસ સમય (8.30થી 12.30) અને (4.00થી 7.00) વચ્ચે જમા કરાવી શકશે.
- ખાસ નોંધ કરજો કે અરજી કરવા માટેની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી 2025 સુધીની છે.