ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના મંજુસર પાસે ઘઉના જથ્થામાં શ્રમિકો દટાયા, એકનું મોત - laborers died - LABORERS DIED

સાવલી તાલુકાના અલીન્દ્રા ગામની સીમમાં પુનમ રોલર ફ્લોર મીલ પ્રાઇવેટલિમીટેડ કંપની જે મેંદો બનાવતી કંપની છે જેમાં ગત મોડી રાત્રીના સમયે સાયલો કોલેપ્સથતાં એક દુર્ઘટાન સર્જાઇ હતી.જેમાં ત્રણ જેટલા શ્રમિકો ઘઉંના જથ્થામાં દબાયા હતા.

વડોદરાના મંજુસર પાસે ઘઉના જથ્થામાં શ્રમિકો દટાયા
વડોદરાના મંજુસર પાસે ઘઉના જથ્થામાં શ્રમિકો દટાયા

By ETV Bharat Gujarati Team

Published : Mar 26, 2024, 11:03 PM IST

વડોદરા:સાવલી તાલુકાના અલીન્દ્રા ગામની સીમમાં પુનમ રોલર ફ્લોર મીલ પ્રાઇવેટલિમીટેડ કંપની જે મેંદો બનાવતી કંપની છે જેમાં ગત મોડી રાત્રીના સમયે સાયલો કોલેપ્સથતાં એક દુર્ઘટાન સર્જાઇ હતી.જેમાં ત્રણ જેટલા શ્રમિકો ઘઉંના જથ્થામાં દબાયા હોવાની જાણ થઈ હતી. આ દુર્ઘટનામાં ઘઉના જથ્થા નીચે 2 શ્રમિકો દટાઇ ગયા હતા.જેમાં એકનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું, જ્યારે 1 શ્રમિકને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
મેંદો તૈયાર કરતી કંપનીમાં દુર્ઘટના: સાવલી તાલુકાના અલીન્દ્ર ગામે મેંદો બનાવતી કંપનીમાં એકાએક દુર્ઘટના સર્જાઈ હતી જેને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ સાવલી તાલુકાના અલીન્દ્રા ગામની સીમમાં પુનમ રોલર ફલોર મીલ પ્રાઇવેટ લિમીટેડ કંપની આવેલીછે. કંપનીના માલિક ઘનશ્યામ હરેશભાઇ લાલવાણી જ્યારે કંપનીનું સંચાલન ચેતનભાઇ પ્રજાપતિ કરી રહ્યા છે. આ કંપનીમાં ઘઉમાંથી મેંદો બનાવવામાં આવે છે.
બે શ્રમિક દટાયા,એકનું મોત:આ મેંદો બનાવતી કંપની છે.જેમાં મોટી માત્રામાં ઘઉનો જથ્થો રાખવામાં આવતો હતો છે. મોડી રાત્રે કંપનીમાં કામગીરી ચાલી રહી હતી. તે સમય દરમિયાન સાયલો કોલેપ્સ થતાં કામ કરી રહેલા બે શ્રમિકો ઇર્શાદ હસનભાઇ શેખ .ઉ.વ.22 અને આશુ મહંમદ ઉ.વ.32 જેઓ અંદાજિત 400 ટન ઘઉના જથ્થા નીચે દબાઇ ગયા હતાં. જેમાં ઇર્શાદ શેખનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક શ્રમિક કંપનીના બીજા યુનિટમાં પાણીલેવા માટે ગયો હોવાથી તે બચી ગયો હતો. ઘઉંના મોટી માત્રાના જથ્થા નીચે કેટલાક શ્રમિકો દબાઈ ગયા હતા. જેઓની શોધખોળ માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી અને જેસીબી મશીનની મદદ થી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી અરંભી હતી

રાહત-બચાવ કામગીરી: જાણવા મળતી માહિતી મુજબ આ કંપનીમાં મોટી માત્રામાં શ્રમિકો કામગીરી કરતા હોય છે પરંતુ હોળી પર્વ નિમિત્તે કેટલાક શ્રમિકો રજા ઉપર હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી.કંપનીના સંચાલક ચેતનભાઇ પ્રજાપતિને જાણ કરતા તેઓ દોડી આવ્યાં હતાં. જે બનાવની જાણ મંજુસર પોલીસને કરવામાં આવતા પી.આઇ. વી.એમ. ટાંક સ્ટાફ સાથે દોડી ગયાંહતાં. 3 ઉપરાંત જેસીબીની મદદથી ઘઉના ઢગલાને દૂર કરી દટાઇ ગયેલા શ્રમિકોને બહાર કાઢ્યાં હતાં. પરંતુ તેમાંથી ઇર્શાદ શેખનો મૃતદેહ બહાર કઢાયો હતો. જ્યારે આશુ મોહંમદનેગંભીર હાલતમાં હોવાથી તેઓને 108 એમબ્યુલન્સ મારફતે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કંપનીના સંચાલન કરતા ચેતન પ્રજાપતિએ જણાવ્યું હતું કે સાયલો કોલેપ્સ થઇ જવાનાકારણે દુર્ઘટના સર્જાઇ છે. બે શ્રમિકો દટાઇ ગયાહતાં, જેમાં એકનું મોત નીપજ્યું છે. મોતને ભેટેલા ઇ્શાદ નામના શ્રમિકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. બીજા શ્રમિકની તબિયત સુધારા તરફ છે. મંજુસર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ પી.આઇ. વી.એમ. ટાંક કરી રહ્યાં છે.

અલીન્દ્રા ખાતે પડેલી ઘટનામાં ઘઉના ટાંકામાં ઘઉં ભરીને તેનો પ્રોસેસ કરીને મેંદો બનાવતી કંપની છે.જેમાં શ્રમિકો દ્વારા આ પ્રોસેસ દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં મૂળ દિલ્હીના રહેવાસી અને હાલમાં કંપનીમાંજ રહેતા ઇર્શાદ શેખ નામના શ્રમિક યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે આશુ મહંમદને ઇજા પહોંચતા સારવાર હેઠળખસેડાયો છે. એક શ્રમિક પાણી લેવા માટે ગયો હોવાથી બચી ગયો હતો. બંને શ્રમિકો 400 ટનજેટલા ઘઉના જથ્થા નીચે દટાઇ ગયા હતા. જીઓ ને જેસીબીની મદદ થી બહાર કાઢવાની કામગીરી આરંભી હતી અને અકસ્માતનો ગુનો નોધી આગળની તપાસ ચાલુ છે. -વી.એમ. ટાંક, પી.આઇ. મંજુસર પોલીસ મથક

ABOUT THE AUTHOR

...view details