જૂનાગઢ: ભાઈ અને બહેનના પ્રેમ અને લાગણીના સંબંધો દર્શાવતો ભાઈબીજનો તહેવાર આજે ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢની બહેનોએ પણ ભાઈબીજના તહેવારને ખાસ ધ્યાને રાખીને ભાઈઓ માટે ખૂબ જ હેતપૂર્વક ભોજન બનાવીને વર્ષોથી ચાલતી આવતી આ પરંપરાને આજે એ જ ભાવ અને લાગણી સાથે ભાઈને ભાવતું ભોજન બનાવીને ભાઈબીજના તહેવારની ઉજવણી કરી હતી.
ભાઈબીજની બહેનોએ કરી ઉજવણી: આજે ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભાઈ અને બહેનના પ્રેમ અને તેની લાગણીને આજના દિવસે વ્યક્ત કરવાની એક વિશેષ પરંપરા આજથી અનેક વર્ષ પૂર્વે શરૂ થઈ હતી. જે આજે આધુનિક યુગમાં આધુનિક ભોજન સાથે નિભાવવામાં આવી રહે છે.
ભાઇબીજની ભાવભરી ઉજવણી (Etv Bharat Gujarat) ભાઇબીજના દિવસની પૌરાણિક માન્યતા: આપણી પૌરાણિક માન્યતા મુજબ ભાઈબીજના દિવસે યમુનાજીએ તેમના ભાઈ યમરાજા માટે આજના દિવસે કઢી અને ખીચડી બનાવીને ભાઈબીજની ઉજવણીની શરૂઆત કરી હતી. બિલકુલ તે જ પ્રકારે આજે પણ આધુનિક યુગમાં ભાઈબીજના તહેવારે બહેનના ઘરે ભાઈ અને તેનો પરિવાર ભોજન કરીને આજે પણ ભાઈબીજના તહેવારની ઉજવણી થઈ રહી છે.
લાગણી અને પ્રેમનો સંબંધ અકબંધ: ભાઈબીજના તહેવારને બેન અને ભાઈના પ્રેમ અને લાગણીના સંબંધ સાથે પણ જોડવામાં આવે છે. આધુનિક સમયમાં પ્રેમ અને લાગણી આજે પણ અકબંધ જોવા મળે છે. પરંતુ ભોજનના પ્રકારમાં અનેક નવા ફેરફારો થયા છે. સતયુગમાં કઢી અને ખીચડીનું ભોજન, આજે કંસાર અને ભાઈને ભાવતી અને મનગમતી મીઠાઈઓ અલગ અલગ પ્રકારના શાકભાજી અને આધુનિક યુગમાં ચટપટો ટેસ્ટ મળી રહે તે માટે મસાલાયુક્ત ભોજન પણ બનાવવામાં આવી રહ્યું છે.
ભાઇબીજના તહેવારે પ્રથમ મીઠાઇનો કોળિયો: ભાઈબીજના તહેવારે પ્રથમ કોળિયો મીઠાઈનો આપવામાં આવે છે. જેના માટે બહેનોએ એક વર્ષ અગાઉથી તૈયારી શરૂ કરી હતી. જે આજે ભાઈબીજના તહેવારે સ્વયં તેમના હાથે તેમના ઘરમાં રસોઈ બનાવીને તહેવારની એક પારિવારિક ભાવના પ્રબળ બને તે માટે પણ આજે પ્રેમપૂર્વક મનગમતી રસોઈ બનાવીને જૂનાગઢની બહેનો ભાઈબીજના તહેવારની ઉજવણી કરવામાં મશગુલ જોવા મળી હતી.
આ પણ વાંચો:
- આજે ભાઈબીજનો તહેવાર યમરાજા અને યમુનાજીના સમયથી શરૂ થઈ, જાણો આ પરંપરાનુ શું છે વિશેષ મહત્વ