ગુજરાત

gujarat

ETV Bharat / state

'રામ-લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી', કેમ્પ હનુમાન મંદિરમાં માનવ મહેરામણ ઉમટ્યું - Hanuman Jayanthi 2024 - HANUMAN JAYANTHI 2024

હનુમાન જયંતિ નિમિત્તે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. હનુમાનજીના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે અહીં સુંદરકાંડ, મારુતિ યજ્ઞ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેમ્પ હનુમાનજી મંદિરમાં હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી
કેમ્પ હનુમાનજી મંદિરમાં હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી

By ETV Bharat Gujarati Team

Published : Apr 23, 2024, 3:53 PM IST

'રામ-લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી'

અમદાવાદ :રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી ના નાદ સાથે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદના કેમ્પ હનુમાનજી મંદિરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. અહીં હનુમાનજીના બાળ સ્વરૂપના શણગાર સાથે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા.

કેમ્પ હનુમાન મંદિર : હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી સાથે કેમ્પ હનુમાન મંદિરમાં સુંદરકાંડ, મારુતિ યજ્ઞ અને ધ્વજારોહણનું આયોજન પણ કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિના એક દિવસ પહેલા વિશાળ શોભાયાત્રા નીકળે છે. કેમ્પ હનુમાન મંદિરમાં 1 હજાર કિલો બુંદીનો પ્રસાદ હનુમાનજીને કર્યો હતો. તથા કેક કટિંગ સાથે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.

હનુમાન જયંતિ :ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે. હનુમાનજી મંદિરે દર મંગળ અને શનિવારે ભક્તોની ભારે ભીડ ઉમટે છે. ત્યારે આ વખતે હનુમાન જયંતિ મંગળવારે હોવાને કારણે ભક્તોનું મહેરામણ દાદાના દર્શન કરવા ઉમટી પડ્યું છે. ચૈત્ર સુદ પૂનમ મંગળવારના રોજ સવારે પાંચ વાગ્યે હનુમાન દાદાનો પરંપરાગત મારૂતિ યજ્ઞ પ્રારંભ થયો છે.

બાલ બ્રહ્મચારી : રામાયણ અનુસાર બજરંગબલી જાનકીના ખૂબ પ્રિય છે. આ પૃથ્વી પર જે સાત મનુષ્યોને અમરત્વનું વરદાન પ્રાપ્ત છે, તેમાં બજરંગબલી પણ છે. હનુમાનજીને સમગ્ર સૃષ્ટિ એક બાલ બ્રહ્મચારી માને છે, પરંતુ એક એવું મંદિર છે જેનાથી એ સિદ્ધ થાય છે કે હનુમાનજીએ પણ વિવાહ કર્યા હતા. ભારતમાં કેટલાક ભાગોમાં હનુમાનજીને વિવાહિત માનવામાં આવે છે.

  1. સુરતમાં હનુમાન જયંતિ પર દાદાને 5100 કિલોનો લાડુનો ભોગ ચડાવવામાં આવ્યો - Celebrating Hanuman Jayanti
  2. ડભોડિયા હનુમાન દાદાને 1111 ડબ્બા તેલનો અભિષેક, ડભોડામાં માનવ મહેરામણ ઉમટ્યું - Hanuman Jayanti 2024

ABOUT THE AUTHOR

...view details