જામનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી એક નવો વિવાદ શરુ થયો છે. ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર સ્માર્ટ વીજ મીટર (Smart Meter) લગાવવામાં આવ્યા છે. પરંતુ આ સ્માર્ટ વીજ મીટરમાં વધારે બિલ આવતું હોવાની ગ્રાહકોએ ફરિયાદ કરી હતી. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં આ સ્માર્ટ વીજ મીટર મુદ્દે વિરોધ શરુ થયો હતો. આ મામલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી. જેને લઇ હવે જામનગરમાં PGVCL દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
જામનગરમાં PGVCL નો નવતર પ્રયોગ.જૂના મીટર સાથે નવું સ્માર્ટ વીજ મીટર લગાવ્યું - New experiment of PGVCL
જામનગરમાં એક દુકાનમાં નોર્મલ વીજ મીટર અને સ્માર્ટ વીજ મીટર એક સાથે લગાવ્યા હતા. આ સાથે જ દુકાનના માલિકે આ મુદ્દે પહેલા PGVCL ને રજૂઆત કરી હતી. ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ મામલે પહેલા ઉર્જા વિભાગમાં અરજી કરી મંજૂરી લેવી પડશે. ત્યારે તેમણે એ મંજૂરી મેળવી અને અંતે તેમને ત્યાં આ બે મીટર એક સાથે લગાવવામાં આવ્યા છે. જેને લઈને હવે તેઓ જાણી શકશે કે ખરેખર સ્માર્ટ વીજ મીટરમાં વધુ બિલ આવે છે કે નહિ.New experiment of PGVCL
Published : May 21, 2024, 4:25 PM IST
નોર્મલ અને સ્માર્ટ વીજ મીટર લગાવ્યા:જામનગરમાં એક દુકાનમાં નોર્મલ વીજ મીટર અને સ્માર્ટ વીજ મીટર એક સાથે લગાવ્યા હતા. આ સાથે જ દુકાનના માલિકે આ મુદ્દે પહેલા PGVCL ને રજૂઆત કરી હતી. ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ મામલે પહેલા ઉર્જા વિભાગમાં અરજી કરી મંજૂરી લેવી પડશે. ત્યારે તેમણે એ મંજૂરી મેળવી અને અંતે તેમને ત્યાં આ બે મીટર એક સાથે લગાવવામાં આવ્યા છે. જેને લઈને હવે તેઓ જાણી શકશે કે ખરેખર સ્માર્ટ વીજ મીટરમાં વધુ બિલ આવે છે કે નહિ.
બંને વીજ મીટરમાંથી કયું યોગ્ય છે: આ મામલે PGVCLના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે આજે એક નવતર પ્રયોગ કર્યો છે. અમે એક જ દુકાનમાં બે અલગ અલગ મીટર લગાવ્યા છે. હવે આ બંને મીટરના રીડિંગ્સ આવ્યા બાદ ખબર પડી જશે કે નોર્મલ વીજ મીટર જ બરોબર છે કે સ્માર્ટ વીજ મીટરથી ખરેખર રીડિંગ્સ અને ટેરીફમાં કંઈ જ ફર્ક પડે છે. ત્યારે જોવાનું રહ્યું કે, આ પ્રયોગ બાદ સ્માર્ટ વીજ મીટર ગ્રાહકો માટે ફાયદાકારક છે કે પછી નુકશાનકારક છે.