ગુજરાત

gujarat

ETV Bharat / state

નરેન્દ્ર મોદીની જ આંખમાં ધૂળ નાખતું ડભોઈનું તંત્રઃ જન્મ દિવસે દેખાડો કાંઈક બીજો અને સત્ય જુદુ - Negligence of the system

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંખમાં પણ ધૂળ નાખવામાં તેમનું જ તંત્ર શરમાતું નથી અને આવી તો ઘણી ઘટનાઓ છે. તેમના જ ગુજરાતના એક વિસ્તાર એવા ડભોઈમાં તેમના જન્મ દિવસના સમયે સારા વ્હાલા થવા સ્વચ્છતાના કાર્યક્રમો થયા, પણ ખરું સત્ય તો કાંઈક બીજું જ છે. આવો જાણીએ કેવી રીતે તંત્ર શું કરી રહ્યું છે.

ડભોઈમાં ગંદકીનું સામ્રાજ્ય
ડભોઈમાં ગંદકીનું સામ્રાજ્ય (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 2, 2024, 2:52 PM IST

વડોદરાઃ પ્રવર્તમાન સરકાર દ્વારા સ્વચ્છતા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે. છતાય ડભોઇ - દભૉવતિ નગરીમાં ઠેર ઠેર ગટરનાં ઉભરાતા પાણીના કારણે ગંદકીનું સામ્રાજ્ય રહેતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે. સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ ડભોઇ નગરમાં છેલ્લાં ઘણાં સમયથી ડ્રેનેજ - ગટરનાં પાણી ઉભરાઈ રહ્યાં છે.

ડભોઈમાં ગંદકીનું સામ્રાજ્ય (Etv Bharat Gujarat)

ડભોઇ નગરપાલિકામાં આ અંગે સ્થાનિક નાગરિકો દ્વારા ફરિયાદ પણ કરવામાં આવે છે. આ બાબતે કેટલાક વિસ્તારોનાં સ્થાનિકો દ્વારા લેખીતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા ફરિયાદોનું સત્વરે નિરાકરણ થતું નથી. માત્રને માત્ર ડ્રેનેજના કર્મચારીઓ આવીને વિઝીટ કરીને જતાં રહેતાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ ક્યાંકને ક્યાંક સુપરવિઝનનો અભાવ પણ હોય તેવું જાણવા મળી રહ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ, ડભોઇ નગરપાલિકામાં ડ્રેનેજ વિભાગમાં ત્રણ સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવી છે. પરંતું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ફિલ્ડમાં એક જ માત્ર સુપરવાઈઝર નજરે પડતાં હોય છે.

જેને કારણે નાગરિકોની ફરિયાદોનું સત્વરે નિરાકરણ આવતું નથી. બાકીના બે સુપરવાઈઝર્સ ફિલ્ડમાં નજરે પડતાં પણ નથી. તેઓ માત્ર એસી ઓફિસમાં બેસી આરામ ફરમાવવાની કામગીરી કરતાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. નગરના સેવકો આ મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રયત્નશીલ છે. પરંતુ આવાં ફરજ પ્રત્યે બેદરકાર કર્મચારીઓના કારણે આ મુશ્કેલીઓ સત્વરે દૂર થતી નથી. નગરપાલિકા તંત્ર આવા સુપરવાઈઝરને માત્ર એસીમાં બેસવાનો પગાર ચૂકવતા હોય તેવું નગરજનોને લાગી રહ્યું છે. આવા સુપરવાઈઝર્સ સામે પાલિકાના ચીફ ઓફિસર પગલા કેમ ભરતાં નથી.

ડભોઈમાં ગંદકીનું સામ્રાજ્ય (Etv Bharat Gujarat)

માત્ર સફાઈના નાટક ભજવી રૂપિયાનો વેડફાટ

તાજેતરમાં પ્રવર્તમાન સરકાર " સ્વચ્છતા હી સેવા કકાર્યક્રમો" અંતર્ગત વિવિધ કાર્યક્રમો તેમજ ભવાઈ નાટકો ભજવીને પ્રજાને જાગૃત કરવા પ્રયત્ન કરે છે. પરંતુ આવાં જાગૃતિ અંગેનાં નાટક નિહાળવા માટે પણ પાલિકાનાં અમુક જ કર્મચારીઓ ઉપસ્થિત દેખાય છે. જ્યારે કેટલાક કર્મચારીઓ વીડિયો ઉતારવામાં જ મશગુલ દ્રશ્યમાન થાય છે.

ચેરમેનને પણ શંકાના દાયરામાં રહે હોય તેવી સ્થિતિ

ડભોઇ નગરપાલિકાનાં ડ્રેનેજ વિભાગના ચેરમેન પણ જાતે કમ્પ્લેન આવેલ સ્થળોની વિઝીટ કરીને તેનું ત્વરિત નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ આવાં આરામને વરેલા સુપરવાઇઝરના કારણે તેઓને સફળતા મળતી નથી. સાથે સાથે ડ્રેનેજ વિભાગના 20 થી 22 કર્મચારીઓ પણ કામ કરે છે. જ્યારે વોર્ડ નંબર 1 થી 4 નગરસેવક સલીમભાઈ અને 5 થી 9 સતિષભાઈ સોલંકીની દેખરેખ રહે છે. પરંતુ સુપરવાઇઝર્સના માર્ગદર્શનના અભાવના કારણે તેઓ પણ સફળ થતાં નથી અને તેમની કામગીરી અંગે પણ નગરજનોમાં શંકા કુશંકાઓ ઊભી થતી જોવા મળે છે.

ડભોઈમાં ગંદકીનું સામ્રાજ્ય (Etv Bharat Gujarat)

"સ્વચ્છતા હી સેવા " ઝુંબેશને મોટી ઠેસ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન 17 મી સપ્ટેમ્બરની ઉજવણીના ભાગરુપે દેશભારમાં “ સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ “ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે. તેમને તો ખ્યાલ પણ નહીં હોય કે અહીં તેમની નજર સામે કાંઈક બીજું અને સત્ય કાંઈક બીજું છે. આ અભિયાનના ભાગરુપે તાજેતરમાં ડભોઇ અડવાણી હોલ ખાતે ધારાસભ્યના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સ્વચ્છતા અભિયાનને ખુલ્લુ મુકાયું હતું. જે અંતર્ગત 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ હાથ ધરવામાં આવશે પણ ડભોઈ નગરમાં રહેતાં ગંદકીના સામ્રાજ્યને કારણે આ સરકારી કાર્યક્રમને મોટી ઠેસ પહોંચે છે.

ડભોઈમાં ગંદકીનું સામ્રાજ્ય (Etv Bharat Gujarat)

ડ્રેનેજના કેટલાક ઢાંકણાઓ અકસ્માત નોતરે તેવી સ્થિતિમાં

ડભોઇ નગરના કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજના ઢાંકણાઓ અકસ્માત નોતરે તેવી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોની માગણી છે કે, તાત્કાલિક ધોરણે પાલિકા તંત્ર નગરમાં અકસ્માતને નોતરે તેવા ગટરના ઢાંકણાઓ યથા યોગ્ય કરાવે અને નાગરિકોને પડતી મુશકેલીઓ વેળાસર દૂર કરાવે તે જ હાલનાં સમયની પ્રબળ માંગ છે.

"ડભોઇ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લગતાં કાર્યક્રમો હાથ ધર્યા છે, પણ પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે. સાથે સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજ્યા છે પરંતુ ગંદકી અને ડ્રેનેજના પ્રશ્નોને લઈને ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, ડભોઇ નગરને સ્વચ્છ બનાવવા માટે ચોક્કસ રિઝલ્ટની જરૂર છે, જે રિઝલ્ટ મળે તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે. એસી ઓફિસમાં બેસી અરામ ફરમાવતા કર્મચારીની નિમણૂંક અંગે સવાલ કરાતાં તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ડભોઈ નગરમાં ડ્રેનેજને લગતા ઘણા પ્રશ્નો છે. પરંતુ ડ્રેનેજ અને ગંદકીને લઈને પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે. પરંતુ કર્મચારીઓ આરામ ફરમાવતા હોવાની હકીકતનો સ્વીકાર કર્યો ન હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ ડ્રેનેજ વિભાગમાં ત્રણ સુપરવાઈઝરની નિમણૂક કરવામાં આવી છે. જેથી નગરપાલિકાને રિઝલ્ટ સારું મળશે. આમ, આરામ ફરમાવતા કર્મચારીઓ અંગે નગરમાં ચાલતી ચર્ચાઓનો તેમને સ્વીકાર કર્યો ન હતો." - ચીફ ઓફિસર જયકિશન તડવી

  1. રાજકોટ મનપા ઢોર ડબ્બા સ્થળ પર વધુ 10 પશુઓના મોત - 10 cattle diedૉ
  2. પોક્સોના ગુન્હાના આજીવન કેદ પામેલા આરોપીના જામીન મંજૂર, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો - Bail for pocso accused

ABOUT THE AUTHOR

...view details