નવસારી: રાજકોટના કાલાવાડ રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્યનું તંત્ર જાગી ગયુ છે. નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તાર સહિત જિલ્લામાં ચાલતા ગેમ ઝોન ઉપર ચકાસણી હાથ ધરવામાં આવી છે. નવસારીના વિશાલ નગર સામે આવેલા ફન કિડો ગેમ ઝોનમાં નવસારી શહેર મામલતદાર, નવસારી ફાયર વિભાગના સુપ્રીટેન્ડ સહિતના સ્ટાફે ચેક લિસ્ટ સાથે ચકાસણી હાથ ધરી હતી. જેમાં ફાયર સેફ્ટી તો જણાઈ હતી, પરંતુ ગેમ ઝોનનો વિસ્તાર કંજેસ્ટેડ જણાવ્યો હતો, સાથે જ ગેમ ઝોનમાં પ્રવેશવા માટે નાનો ગેટ છે, પરંતુ કોઈ દુર્ઘટના ઘટે તો તરત બહાર નીકળવા માટે કોઈ એક્ઝિટ ગેટ નથી. બીજી તરફ આજ અપાર્ટમેન્ટમાં આવેલા ફન ફોર યુ ગેમ ઝોનમાં વિશાળ જગ્યા સાથે જ એન્ટ્રી માટે મોટો ગેટ અને બે એક્ઝિટ ગેટની વ્યવસ્થા જોવા મળી હતી. સાથે જ ગેમ ઝોનમાં બનાવેલા કેફે ટેરિયામાં વેન્ટિલેટરની પણ વ્યવસ્થા સાથે જ ફાયરના એક્ઝિક્યુસર અને co2 ના બોટલો પણ જોવા મળી હતી. તંત્રની ટીમ દ્વારા દરેક વસ્તુની ચકાસણી કરવામાં આવી હતી.
નવસારી શહેરમાં છ જેટલા ગેમ ઝોન માં નાની મોટી બેદરકારીઓ સામે આવતા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા (ETV bharat Gujarat) છ જેટલા ગેમ ઝોનમાં તપાસ: હાલ નવસારી શહેરમાં છ જેટલા ગેમ ઝોન માં નાની મોટી બેદરકારીઓ સામે આવતા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા છે, અને પોલીસની પરવાનગી લીધા બાદ ચકાસણી કર્યા પછી ચાલુ કરવા દેવામાં આવશે જોકે સમગ્ર મુદ્દે હાલ તો તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ કરી તેનો રિપોર્ટ બન્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નવસારી જિલ્લામાં છ જેટલા ગેમ ઝોન તાત્કાલિક અસરથી બંધ કરાયા છે.
નવસારી જિલ્લામાં તંત્ર દ્વારા તમામ ગેમ ઝોનમાં સુરક્ષા માપદંડની ચકાસણી હાથ ધરાઈ (ETV bharat Gujarat) નવસારીનાં મામલતદાર: એ.જે વસાવાએ જણાવ્યું હતું કે, "રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલી ઘટનાને પગલે ગુજરાત સરકાર ની સૂચના પ્રમાણે રાજ્યભરમાં દરેક જિલ્લાઓમાં ગેમ ઝોનની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી શરૂ કરવામાં આવી છે. જેમાં નવસારી ખાતે પણ જે જગ્યાએ ગેમ ઝોન છે ત્યાં અમે ફાયર વિભાગના અધિકારી અને તેમની ટીમ સાથે ચકાસણી અર્થે આવ્યા છીએ, જ્યાં ગેમ ઝોનના સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીની શું વ્યવસ્થાઓ છે, તેની એનઓસી લેવામાં આવી છે કે નહીં, અને આગની ઘટના બને તો કેવી રીતે તેનાથી બચી શકાય તે માટેની તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી રહી છે."
નવસારી જિલ્લામાં તંત્ર દ્વારા તમામ ગેમ ઝોનમાં સુરક્ષા માપદંડની ચકાસણી હાથ ધરાઈ (ETV bharat Gujarat) ગેમ ઝોનના સંચાલક:જીગ્નેશ સંઘાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "ગઈકાલે રાજકોટમાં બનેલી ગોઝારી ઘટનાને પગલે આજે ફાયર અધિકારી અને નવસારી મામલતદાર ચકાસણી અર્થે આવ્યા હતા પરંતુ અમે અગાઉથી તકેદારીના પગલાં લઈ લીધા છે અને ગેમ ઝોનની અંદર જે કંઈ પણ કાયદાકીય પ્રમાણે હોવું જોઈએ તે દરેક વ્યવસ્થાઓ અમે કરી છે."
નવસારી જિલ્લામાં છ જેટલા ગેમ ઝોન તાત્કાલિક અસરથી બંધ કરાયા. (ETV bharat Gujarat) - ભુજના 3 જેટલા ગેમ ઝોનમાં તપાસ બાદ બંધ કરાયા, રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર સફાળું જાગ્યું - Checking of gaming zones in Bhuj
- રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગર મનપા દ્વારા 14 ગેમિંગ ઝોનમાં કરાઇ તપાસ કામગીરી - Investigation by the Municipality