ETV Bharat / state

બનાસકાંઠાના વિભાજન માંગ સંતોષાઇ, પરંતુ શા માટે કાંકરેજથી વિરોધના સૂર ઉઠ્યા ? - BANALKANTHA DISTRICT DIVISION

બનાસકાંઠાના વિભાજનની છેલ્લા ઘણા વર્ષોની માંગ સંતોષાઈ છે, પરંતુ વિભાજન બાદ ધાનેરા અને કાંકરેજથી વિરોધના સૂર ઉઠ્યો છે. જાણો શું છે મામલો...

કાંકરેજથી વિરોધના સૂર ઉઠ્યા
કાંકરેજથી વિરોધના સૂર ઉઠ્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2025, 7:13 AM IST

બનાસકાંઠા : ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી થરાદ-વાવને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. જોકે, કાંકરેજનો નવા જિલ્લામાં સમાવેશ કરતા કાંકરેજ તાલુકામાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે શિહોરી વિસ્તારના વેપારીઓએ એકત્ર થઈને કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા કે પાટણ જિલ્લામાં સમાવેશ કરવા માંગ કરી છે.

કાંકરેજમાં વિરોધનો વંટોળ : કાંકરેજના શિહોરી વિસ્તારમાં વેપારીઓએ સરકારના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. શિહોરી વિસ્તારના લોકોએ કાંકરેજ તાલુકાને નવા જિલ્લા થરાદ-વાવમાં સમાવેશ કરવાના નિર્ણયનો વિરોધ નોંધાવીને કાંકરેજ શિહોરીના બજારો બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી દીધી છે.

શા માટે કાંકરેજથી વિરોધના સૂર ઉઠ્યા ? (ETV Bharat Gujarat)

શું છે જનતાની માંગ ? કાંકરેજ તાલુકાના શિહોરી વિસ્તારના લોકોનું કહેવું છે કે સરકારે જે નિર્ણય લીધો છે તે નિર્ણય પરત ખેંચે. કાંકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં હાલમાં છે, તો તેને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવા માટે માંગ કરી છે. જો કાંકરેજ તાલુકાનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ ન કરવો હોય તો નજીકમાં જ પાટણ જિલ્લામાં તેનો સમાવેશ કરવાની પણ તેમને માંગ કરી છે.

"વિભાજન પહેલા સરપંચો કે તાલુકાના આગેવાનો અને ધારાસભ્યોના અભિપ્રાય લીધા હોત તો બધા જ લોકો રાજી થતા. જોકે હાલમાં સરકારે લીધેલા આ નિર્ણયથી લોકોને ફાયદો થશે" -- ગેનીબેન ઠાકોર (સાંસદ)

આંદોલનની ચીમકી ઉચ્ચારી : જો, કાંકરેજ તાલુકાને બનાસકાંઠા અથવા તો પાટણ જિલ્લામાં સમાવેશ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રોડ ઉપર ઉતરીને બજારો બંધ રાખવા સહિત ઉગ્ર આંદોલન કરવાની પણ કાંકરેજ તાલુકાના લોકોએ ચીમકી ઉચ્ચારી સરકાર સામે પોતાનો ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે.

સાંસદ ગેનીબેને નિર્ણયને વધાવ્યો : બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત બાદ સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા હોવાથી વિસ્તાર ખૂબ જ લાંબો હતો. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના વિભાજન માટેની માંગણી હતી અને આખરે આ માગણી પૂરી થઈ છે. સરકારે 8 તાલુકાનું વિભાજન કર્યું છે, જેનાથી લોકોને ફાયદો થશે.

  1. બનાસકાંઠાના બે ભાગ, 8 તાલુકા સાથે વાવ-થરાદ નવો જિલ્લો જાહેર
  2. ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પાઘડી ઉતારી માગ્યા મત, કહ્યું- 'ડિસ્કો કરીશું'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.