નર્મદા:ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલચર હેરિટેજ દ્વારા રાજપીપલાના વિનાયક રાવ વૈદ્ય ગાર્ડનમાં વર્ષ 1920 માં બનેલ બેન્ડ સ્ટેન્ડ ખાતે સુરભી એનસેમ્બલ દ્વારા સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં આ કાર્યક્રમમાં 6 દેશના સંગીતના મશહૂર 13 કલાકારો દ્વારા સંગીત પીરસવામાં આવ્યું હતું. ભારતમાં પ્રથમવાર આવો 6 દેશના 13 મહશૂર કલાકારો દ્વારા સંગીતનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, લગભગ 104 વર્ષ બાદ આ બેન્ડ સ્ટેન્ડ ખાતે આવો સંગીતનો પ્રોગ્રામ રાખવામા આવ્યો હતો. મહારાજા વિજયસિંહજી એ રાજપીપલાના ગાર્ડનમાં બેન્ડ સ્ટેન્ડ ગ્રામજનોના મનોરંજન માટે બનાવ્યું હતું. પરંતુ ઘણા વર્ષો વીતી ગયા છતાં આવો કોઈ પ્રોગ્રામ થયો ન હતો. ત્યારે ઇન્ટેક ચેપ્ટર નર્મદાના પ્રમુખ યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા નર્મદા જિલ્લાના હેરિટેજ ઇમારતોનું જતન થાય અને તેની સાચવણી થાય તે હેતુથી આ સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.