ખેડા : નડિયાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાંથી જિલ્લાભરના દર્દીઓ આરોગ્ય સેવા મેળવતા હોય છે. જોકે, હોસ્પિટલમાં છેલ્લા પંદર વર્ષથી ફુલ ટાઈમ ફીઝીશીયનની પોસ્ટ ખાલી છે. તેમજ આંખના સ્પેશ્યાલિસ્ટ પણ નથી. ત્યારે દર્દીઓને પૂરતી સુવિધા મળી રહે તે માટે વહેલી તકે આ ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી જિલ્લાવાસીઓ માંગ કરી રહ્યા છે.
સિવિલમાં સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર નથી ?જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને સારવાર મળી રહે તે માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ ફુલ ટાઈમ ફીજીશીયનની પોસ્ટ છેલ્લા પંદર વર્ષથી ખાલી છે. જોકે, સીએમ સેતુમાં હાલ સેવા તો આપી રહ્યા છે. જ્યારે આંખના સ્પેશ્યાલિસ્ટની પોસ્ટ પણ હાલ ખાલી છે. તે અંગે રજૂઆત કરવામાં આવી છે. જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓને સુવિધા મળી રહે તે માટે આ ખાલી પોસ્ટ વહેલી તકે ભરાય તે ઇચ્છનીય છે.
નડિયાદ સિવિલ હોસ્પિટલમાં કેટલાક ડોક્ટરની જગ્યા ખાલી (ETV Bharat Gujarat) 350 વાયરલ ફીવર અને 12 ડેન્ગ્યુના કેસ :નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સપ્ટેમ્બર મહિનામાં હાલ સુધી 350 જેટલા વાયરલ ફીવરના કેસો નોંધાયા છે. જ્યારે 12 જેટલા ડેન્ગ્યુ પોઝીટીવ કેસ આવેલ છે. તે ઉપરાંત હાલ અહીં વિવિધ રોગો તેમજ સ્વાસ્થ્ય સમસ્યા સહિતની સારવાર અનેક લોકો મેળવી રહ્યા છે. અહીં દાખલ દર્દીઓ હોસ્પિટલની સેવા સારી છે અને તે સેવાથી સંતુષ્ઠ હોવાનું જણાવી રહ્યા છે.
"આરોગ્ય વિભાગમાં રજૂઆત કરવામાં આવી" : ખેડા CDMO
ખેડા CDMO ડો. કવિતા શાહે જણાવ્યું કે, સપ્ટેમ્બર માસમાં 350 જેટલા વાયરલ ફીવરના કેસ તેમજ 12 જેટલા ડેન્ગ્યુ પોઝીટીવ કેસ આવ્યા છે. અત્યારે મેડીકલ ઓફિસરની બધી પોસ્ટ ભરેલી છે. વર્ગ-1 સ્પેશ્યાલિસ્ટ આંખના ડોક્ટરે રેઝિગ્નેશન મુક્યુ હોવાથી આંખના ડોક્ટરની પોસ્ટ ખાલી છે. ફીજીશીયનની પોસ્ટ પંદરેક વર્ષથી ખાલી છે. સીએમ સેતુમાં અત્યારે સેવા આપી રહ્યા છે, પણ ફુલ ટાઈમની પોસ્ટ ખાલી છે. આ માટે અમારા તરફથી આરોગ્ય વિભાગમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. ટૂંક સમયમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
- ખેડામાં આધારકાર્ડ અપડેટ માટે ઘસારો, આઘારકાર્ડ કેન્દ્રો વધારવા લોકોની માંગ
- 'ખાલી બે વ્યક્તિ માટે બનાવ્યો કરોડોનો રોડ' બોરડી ગામનો રોડ વિવાદ વકર્યો