મોરબી :ગત 15 સપ્ટેમ્બરના રોજ સરધારકા ચેકડેમમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો મળી આવતા પોલીસ ટીમ દોડી ગઈ હતી. મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. વાંકાનેર સ્થાનિક પોલીસ, LCB અને SOG ટીમોએ તપાસ ચલાવી અને મૃતકની માતા સુધી પહોંચી હતી. મૃતક રાજેશ પ્રેમજી સોલંકી શક્તિપરા વાળા હોવાનું ખુલ્યું હતું.
ચકચારી હત્યા કેસ :આ અંગે વધુ તપાસ કરતા માહિતી મળી કે મૃતક રાજેશને આરોપીઓ જીતેન્દ્ર રબારી અને ભાવેશ ડાભી સાથે ગત 13-14 સપ્ટેમ્બરના મોડી રાત્રીના બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે ઝઘડા બાદ આરોપી જીતેન્દ્રએ મૃતકના માથાના પાછળના ભાગે કડાથી 4-5 ઝાપટ મારી ઇજા કરી અને બાઇકમાં બેસાડીને અપહરણ કરી ગયા હતા. મૃતકને પાણીના ખાડામાં ડુબાડી દેવાનો પ્લાન હતો, પરંતુ હજુ થોડો જીવ હોવાથી મોટો પથ્થર મારી હત્યા કરી હતી. બાદમાં સરધારકા નજીકના ચેકડેમમાં મૃતદેહ ફેંકી નાસી ગયા હતા.