ગુજરાત

gujarat

ETV Bharat / state

ઝૂલતા પુલ દુર્ધટના કેસના આરોપી જયસુખ પટેલને જામીન મળ્યાં, સુપ્રીમ કોર્ટે શરતો સાથે કર્યાં મંજૂર - Morbi Suspension Bridge Case - MORBI SUSPENSION BRIDGE CASE

ઝૂલતા પુલ દુર્ધટના કેસના આરોપી જયસુખ પટેલને જામીન મળ્યાં છે. 14 માસથી જેલબંધ જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવ્યાં છે.

ઝૂલતા પુલ દુર્ધટના કેસના આરોપી જયસુખ પટેલને જામીન મળ્યાં, સુપ્રીમ કોર્ટે શરતો સાથે કર્યાં મંજૂર
ઝૂલતા પુલ દુર્ધટના કેસના આરોપી જયસુખ પટેલને જામીન મળ્યાં, સુપ્રીમ કોર્ટે શરતો સાથે કર્યાં મંજૂર

By ETV Bharat Gujarati Team

Published : Mar 22, 2024, 5:05 PM IST

રેગ્યુલર જામીન

મોરબી : મોરબીમાં 135 નિર્દોષ લોકોનો જીવ લેનારી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલને અંતે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે, 14માસ એટલે કે 416 દિવસથી વધુ સમય જેલમાં રહેલા જયસુખ પટેલના સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ જમા કરાવી દેવા સહિતની શરતે રેગ્યુલર જામીન મંજુર કર્યા છે.

સાત દિવસમાં ટ્રાયલ કોર્ટમાં હાજર : સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને જામીન આપ્યા છે. જયસુખ પટેલને સાત દિવસમાં ટ્રાયલ કોર્ટમાં હાજર થવાનું રહેશે. ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યાં હતાં.

ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોએ જીવ ગુમાવ્યો : વર્ષ 2022ના ઓક્ટોબર માસની 30 તારીખે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઝૂલતા પુલ દુર્ઘટનામાં સરકારે પુલનું સંચાલન અને સમારકામ કરનાર અજંતા ઓરેવા કંપનીને જવાબદાર ઠેરવી ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલને મુખ્ય આરોપી ગણી કુલ 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી સીટ મારફતે તપાસ શરૂ કરી હતી.

શરતી જામીન મળ્યાં :બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે પણ સુઓમોટો રીટ દાખલ કરી સરકારને ઝાટકી નાખી હતી. દુર્ઘટના સર્જાયા બાદ ત્રણ મહિના બાદ જયસુખ પટેલે 31મી જાન્યુઆરી 2023ના રોજ મોરબી કોર્ટમાં શરણાગતિ કરી દેતા જેલહવાલે કરવામાં આવ્યા હતા. જે બાદ રેગ્યુલર જામીન માટે હાઇકોર્ટ, નીચલી કોર્ટમાં કરેલી જામીન અરજી ફગાવી દેવામાં આવતા જયસુખ પટેલે નામદાર સુપ્રીમ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરતા સુપ્રીમ કોર્ટ પાસપોર્ટ જમા કરાવી દેવા સહિતની શરતોને આધીન જામીન અરજી મંજુર કરતા ઓરેવાના એમડી જયસુખ પટેલને રાહત મળી છે.

પીડિત પરિવારે કોર્ટનો આદેશ શિરોમાન્ય ગણ્યો : તો મોરબી જેલમાં બંધ જયસુખ પટેલને સાત દિવસના ટ્રાયલમાં મોરબી કોર્ટમાં રજુ કરવામાં આવશે અને જેની શરતોને આધીન જેલમુક્ત કરવામાં આવશે. તો આ મામલે પીડિત પરિવારો દ્વારા કોર્ટના આદેશને શિરોમાન્ય ગણવામાં આવ્યો હતો. પરંતુ દુર્ધટનામાં જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની વાત કરી છે.

  1. Morbi Suspension Bridge Case : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપ મેનેજર અને કોન્ટ્રાકટરના જામીન મંજૂર
  2. મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો, જામીન આપવાનો ઈન્કાર

ABOUT THE AUTHOR

...view details