મોરબી :હાલમાં જ મોરબીમાં આવેલી ફેકટરીમાં રહીને મજૂરી કરતા શ્રમિક યુવાન પર પત્નીની હત્યાનો આરોપ લાગ્યો છે. મહિલાના મોબાઈલમાં અજાણ્યા છોકરાના ફોન આવતા હોવાથી પતિએ પત્ની સાથે ઝઘડો કરી ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દઈને ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પતિ પર પત્નીની હત્યાનો આરોપ :મધ્યપ્રદેશના વતની સુનીલ રાધેશ્યામ માલવીયએ મોરબીના સિરામિક બેલામાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુળ પ્રસાદ માલવીય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી કનૈયાલાલની પત્ની છેલ્લા છ-સાત મહિનાથી વતનમાં રહે છે, તેનો મોબાઈલ ફોન આરોપી કનૈયાલાલ પાસે હતો.
ચારિત્ર્ય પર શંકા બાદ હત્યા :મૃતક મહિલાના ફોનમાં કોઈ અજાણ્યા છોકરાના ફોન આવતા હોવાથી આરોપીને પત્ની પર શંકા ગઈ હતી. આરોપીની પત્ની ગત 3 નવેમ્બરના રોજ મુરાનો સિરામિકની લેબર કોલોનીએ આવ્યા હતા. ત્યારે આરોપી પતિએ તારા ફોનમાં કોઈ છોકરાનો ફોન આવે છે, તેની સાથે શું સંબંધ છે ? કહીને ચારિત્ર્ય પર શંકા કરી ઝઘડો કર્યો હતો.
છરીના ઘા મારી હત્યા કરી :આરોપી પતિએ પત્નીને મારી નાખવાના ઈરાદે ગળાના ભાગે છરીના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેના પગલે પત્નીનું મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસ દ્વારા હત્યાની ફરિયાદ નોંધી તપાસ બી ડીવીઝન PI એન. એ. વસાવાને સોંપવામાં આવી છે.
- વાંકાનેરમાં યુવકની હત્યાનો મામલો, ત્રણ આરોપી ઝડપાયા
- વાંકાનેરમાં યુવાનની હત્યામાં 8 સામે ફરિયાદ, હત્યાનું કારણ