નવસારી:જિલ્લામાં મેઘરાજા લાંબા વિરામ બાદ ફરી નવસારી શહેરમાં પડખું ફેરવતા સમગ્ર નવસારી શહેર વરસાદી માહોલમાં ફરી રંગાયું છે. નવસારી શહેરમાં વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. ભારે પવન સાથે વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
નવસારી શહેરમાં ફરી જામ્યો વરસાદી માહોલ, 15 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા વરસ્યા - Rain in Navsari - RAIN IN NAVSARI
નવસારી શહેરમાં 15 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામતા શહેરમાં અનેરી ઠંડક પ્રસરી છે. બફારાની વચ્ચે શહેરમાં ઠંડકનું વાતાવરણ સર્જાતા શહેરીજનોમાં આનંદનો માહોલ છવાયો છે. જાણો. Rain in Navsari

Published : Aug 11, 2024, 4:40 PM IST
શહેરીજનોને મહદ અંશે બફારાથી રાહત:છેલ્લા કેટલાક દિવસથી નવસારી શહેરમાં ઉકળાટ ભર્યું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ સવારથી ઝરમર વરસી રહેલા વરસાદના કારણે વહેલી સવારથી વાતાવરણ અહલાદક બન્યું હતું. શહેરીજનોને મહદ અંશે બફારાથી રાહત મળી હતી. શહેરના ગ્રીડ રોડ, કાલીયા વાડી, કબિલ પુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ પાણીથી તરબોળ જોવા મળ્યા હતા.
15 દિવસ પહેલા વિસ્તારોમાં પૂરની સ્થિતિ: અહી નોંધનીય છે કે, 15 દિવસ અગાઉ નવસારી જિલ્લામાં વરસાદે મેઘ તાંડવ કર્યું હતું, જેને લઈને નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં લાખો લોકો પ્રભાવિત બન્યા હતા.