મહીસાગર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે ભારત બંધના એલાનને મિશ્ર સમર્થન મળ્યું છે. બાલાસિનોર નગરના નગરજનો દ્વારા બંધના એલાનને તમામ વેપારીઓએ સમર્થન કર્યું છે. વહેલી સવારથી બાલાસિનોર નગરની તમામ દુકાનો સજ્જડ બંધ જોવા મળી છે. નગરના એસસી સમાજ દ્વારા જય ભીમના નારા સાથે નગરમાં રેલી કાઢી પેટા જાતિ વર્ગીકરણ અંગેના ચુકાદાનો વિરોધ કર્યો છે. બાલાસિનોર નગરમાં તમામ વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઈ બંધને સમર્થન આપ્યું હતું. બંધને લઈ કોઈ અનિર્છનિય બનાવ ન બને તે માટે બાલાસિનોર પોલીસ દ્વારા નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બાલાસિનોરમાં ભારત બંધના એલાનને મિશ્ર સમર્થન, "જય ભીમ"ના નારાથી ગલીઓ ગૂંજી - BHARAT BANDH - BHARAT BANDH
અનુસૂચિત જાતિ અને જનજાતિ આરક્ષણમાં ક્રિમિલેયર પર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ આજે ભારત બંધના એલાનને ઘણી જગ્યાએ સમર્થન મળ્યું છે. ત્યારે મહીસાગરના બાલાસિનોરના તમામ વેપારીઓએ બંધના એલાનને સમર્થન કર્યું છે., BHARAT BANDH
Published : Aug 21, 2024, 2:13 PM IST
સૂત્રોચાર કરી વિરોધ કરાયો: અનુસૂચિત જાતિ અને જનજાતિ આરક્ષણમાં ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ આજે ભારત બંધનું એલાનને ઘણી જગ્યાએ સમર્થન મળ્યું છે. મહીસાગરમાં બાલાસિનોર નગરના નગરજનો દ્વારા બંધના એલાનને તમામ વેપારીઓએ સમર્થન કર્યું છે. વહેલી સવારથી બાલાસિનોર નગરની તમામ બજારોની દુકાનોમાં સજ્જડ બંધ જોવા મળી છે. નગરના એસસી સમાજ દ્વારા જય ભીમના નારા સાથે નગરમાં રેલી પણ કાઢવામાં આવી છે. રેલીમાં જોડાયેલા લોકો દ્વારા પેટા જાતિ વર્ગીકરણ અંગેના ચુકાદાનો સૂત્રોચાર કરી વિરોધ કર્યો હતો. રેલીમાં બાલાસિનોર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ભારત બંધને મિશ્ર સમર્થન મળ્યું: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંયુક્ત સંઘર્ષ મોરચા દ્વારા આજે બંધનું એલાન આપનારા સંગઠને વેપારીઓને બજાર બંધ રાખવા આગ્રહ કર્યો છે. બાલાસિનોર ખાતે બંધના એલાનને મિશ્ર સમર્થન મળ્યું છે. બાલાસિનોરમાં કેટલીક જગ્યાએ બંધ દુકાનો તો કેટલીક જગ્યાએ દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જો કે, બંધના એલાનના પગલે ટ્રાન્સપોર્ટ અને ખાનગી ઓફિસોને અસર પડે તેવું જણાઈ રહ્યું છે. બંધના એલાન છતાં બાલાસિનોરમાં સરકારી ઓફિસ, બેંક, સ્કૂલ, કોલેજ અને પેટ્રોલ પંપ ચાલુ રહ્યા હતા. ઉપરાંત મેડિકલ, જાહેર પરિવહન, અને વીજળી જેવી ઇમરજન્સી સેવાઓમાં કોઈ અસર જોવા મળી નથી.