ગુજરાત

gujarat

ETV Bharat / state

'જાહેરમાં માંફી માંગો નહીં તો...', રાજ્યમંત્રી કુંવરજી હળપતિની રાજભા ગઢવીને ચેતવણી

સોશિયલ મીડિયામાં રાજભા ગઢવીનો જે વીડિયો વહેતો થયો છે તેમાં તેમણે કહ્યું હતું કે, 'ડાંગ-આહવાના જંગલમાં કપડા કાઢીને લૂંટી લે છે.

રાજ્યમંત્રી કુંવરજી હળપતિ અને રાજભા ગઢવીની તસવીર
રાજ્યમંત્રી કુંવરજી હળપતિ અને રાજભા ગઢવીની તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2024, 8:08 PM IST

સુરત: સોશિયલ મીડિયામાં રાજભા ગઢવીનો જે વીડિયો વહેતો થયો છે તેમાં તેમણે કહ્યું હતું કે, 'ડાંગ-આહવાના જંગલમાં કપડા કાઢીને લૂંટી લે છે. આદિવાસી લોકોએ આ નિવેદનની ખૂબ ટિકા કરી હતી. સોશિયલ મીડિયામાં લોકોએ કહ્યું હતું કે, ડાંગ જિલ્લામાં મોટાભાગે આદિવાસી પ્રજા વસવાટ કરે છે અને ગામોની ભલી ભોળી પ્રજા લોકોને કઈ રીતે લૂંટી શકે. જો ડાંગ જિલ્લામાં આ રીતે લૂંટ થતી હોય તો ગુજરાત તથા રાજ્ય બહારના પ્રવાસીઓ અહીં પ્રવાસનાં અર્થે આવતા ન હોય. એવા અનેક સવાલ સાથે સોશિયલ મીડિયામાં લોકોએ પોતાનો રોષ ઠાલવતા જોવા મળ્યા હતા. ત્યારે રાજભા ગઢવીના નિવેદનને લઇને આદિવાસી સમાજના આગેવાનો હવે આગળ આવ્યા છે અને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

રાજ્યમંત્રી કુંવરજી હળપતિની રાજભા ગઢવીને ચેતવણી (ETV Bharat Gujarat)

રાજ્યમંત્રીએ રાજભા ગઢવીના નિવેદનને વખોડ્યું
માંડવી વિધાનસભાના ધારાસભ્ય, ડાંગ જિલ્લાના પ્રભારી અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, રાજભા ગઢવીનો એક વિડીયો મેં જોયો છે. એમાં જ્યારે ડાયરો ચાલતો હતો તે સમયે અમારી ડાંગની ભોળી પ્રજા પર એમણે જે આક્ષેપ કર્યો છે કે, પહેલા ડાંગમાં જતા તો લુંટારુઓ લૂંટી લેતા હતા. પણ મારે કહવું છે કે રાજભાને ખબર નહીં હોય કે આ જ આદિવાસી ભોળો સમાજ સાપુતારામાં જયારે મલ્હાર દિવસ ઉજવે છે ત્યારે તમારા જેવી અનેક પ્રજા ત્યાં આવે છે. ત્યારે તેઓનું સન્માન કરવા માટે મારી ડાંગની દીકરીઓ ડાંગી નૃત્ય તરીકે તમારું સન્માન કરે છે એ તમારે ભૂલવું ના જોઈએ, તમે જે નિવેદન કર્યું છે તે નિવેદનને હું સખ્ત શબ્દોમાં રાજ્યના મંત્રી તરીકે અને ડાંગના પ્રભારી મંત્રી તરીકે હું શખ્ત શબ્દોમાં એને વખોડી નાખું છું.

રાજભા ગઢવીને જાહેરમાં માફી માંગવા કહ્યું
તેમણે વધુમાં કહ્યું કે, આવનારા દિવસોમાં પણ તમે જો આવું નિવેદન આપશો તો મારી ડાંગની પ્રજા જોઇને બેસવાની નથી. આવનારા દિવસોમાં તમારા મંડપ અને ડાયરા પણ તોડી નાખતા આ પ્રજા અચકાશે નહીં, જેથી હવે પછી જો તમે આવું નિવેદન આપશો તો મહેરબાનીને કરીને અમે ચલાવી લેવાના નથી. એ વાત મારે તમને કહેવી હતી અને ડાંગની પ્રજાએ ભોળી છે. હું તો એમ કહેવા માંગુ છું કે માત્ર તમે ડાંગની પ્રજા પર જ આક્ષેપ નથી કર્યો મારી સમગ્ર આદિવાસી પ્રજા પર તમે આક્ષેપ કર્યો છે આદિવાસી એ ભોળી જનતા છે. અને હવે પછી આવું ના થાય અને તમારે જાહેરમાં માંફી માંગવી પડશે નહીં તો અમે તમારા ડાયરા નહીં થવા દઈએ એ ચોક્કસ પણે હું કહું છું.

આ પણ વાંચો:

  1. 7 કરોડ કોના ? ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ઝડપાઈ 7 કરોડથી વધુની રકમ
  2. "નવરંગપુરાના BJP કોર્પોરેટર મૂળ મુસ્લિમ છે"- કોંગ્રેસ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો આક્ષેપ

ABOUT THE AUTHOR

...view details