અમદાવાદ: ગુજરાતમાં 16 ફેબ્રુઆરી 2025 ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે અને 18 ફેબ્રુઆરી ના રોજ મત ગણતરી યોજવામાં આવશે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી છે. આની સાથે એ આઈ એમ આઈ એમ પણ ચૂંટણી લડવા માટે મેદાનમાં આવી છે. અને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એઆઇએમઆઇએમ પાર્ટી પોતાના 142 ઉમેદવારો મેદાનમાં ઉતારશે.
આ મુદ્દે AIMIM ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 16 ફેબ્રુઆરી 2025ના રોજ સ્થાનિક ચૂંટણી માટે અમે 142 ઉમેદવારો મેદાનમાં ઉતારીશું, તેના માટે અમે મહેનત કરી રહ્યા છે અને અમારી સંપૂર્ણ તૈયારી છે. અમે આ ચૂંટણીમાં ખાસ કરીને ડિમોલેશનના મુદ્દાને ઉઠાવીશું અને હાલની જે પરિસ્થિતિ લોકોની છે.
આ ચૂંટણીમાં લોકોની અમે આવાજ બનીશું સ્થાનિક લોકોના મુદ્દાઓને ઉઠાવીશું, એમની સમસ્યાઓને આ ચૂંટણીમાં જણાવીશું. તમણે વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢમાં 12 સીટ, માંગરોળમાં 26, સીટ, સુરતની 1 સીટ, સંતરામપુરની 1 સીટ, સલાયામાં 28 સીટ, ઉપલેટામાં 13 સીટ, ધોરાજીમાં 20 સીટ છે, એમ કુલ 142 સીટ પર ચૂંટણી લડીશું.
આ પણ વાંચો: