મહેસાણા:ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને કેમ્પ દ્વારા તેમની સારવારના નામે જે કર્યા ચાલતું હતું તે જાણ્યા બાદ સરકારે કેમ્પો તો બંધ કરાવી દીધા, પરંતુ હવે ખાનગી દવાખાનાના એજન્ટો સરકારી હોસ્પિટલમાં ઘૂસી દર્દીઓને જ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા એજન્ટોને રોકવા મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા સ્પેશ્યલ બાઉન્સરો મૂકવામાં આવ્યા છે.
તબીબી ક્ષેત્રે ખ્યાતિ હોસ્પિટલમાં જબરદસ્તી કેમ્પના નામે દર્દીઓની વગર પરવાનગીએ થતી સારવાર અને ઓપરેશનની ઘટના શમી નથી કે હવે મહેસાણામાં નવી ઘટના સામે આવી છે. અહીં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં એજન્ટો ઘૂસવા લાગ્યા છે. અને દર્દીઓને દઈ જઈ રહ્યા છે ત્યારે આવા ખાનગી હોસ્પિટલના એજન્ટોને રોકવા માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બાઉન્સર મૂકવામાં આવ્યા છે.
મહેસાણા સિવિલમાં બે દિવસથી મૂકવામાં આવ્યા છે સ્પેશ્યલ બાઉન્સર (Etv Bharat Gujarat) અહીં નોંધનીય બાબત એ છે કે, એજન્ટો મહેસાણા સિવિલમાં ઘૂસીને ખાનગી હોસ્પિટલોનું માર્કેટિંગ કરી રહ્યા છે. સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓને ખાનગી હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમ સિવિલ હોસ્પિટલમાં સેલ્સમેન બની આવતા ખાનગી હોસ્પિટલના એજન્ટોને રોકવા હોસ્પિટલ દ્વારા બાઉન્સર મૂકવામાં આવ્યા છે.
ભૂતકાળની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ગામડે ગામડે કેમ્પ કરી દર્દીઓને લઈ જવામાં આવતા હતા ત્યારે અહીં તો સિવિલમાં દાખલ દર્દીઓને જ ખાનગી હોસ્પિટલોમાં લઇ જવાનો પ્રયાસ થાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, દર્દીઓ કે દર્દીઓના સગાવહાલાને સિવિલ કમ્પાઉન્ડમાં આવા એજન્ટો પકડી લેતા હોય છે. ખાનગી હોસ્પિટલમાં સારી સારવાર મળશે કહી દર્દીઓને મનાવવામાં આવે છે. દર્દીની ફાઈલ મંગાવી અમારી હોસ્પિટલમાં આધુનિક મશીનો છે અને સારવાર મળશે કહી લાલચ આપવામાં આવે છે. ખાનગી ગાડી બોલાવીને દર્દીઓને ખાનગી હોસ્પિટલ પણ લઈ જતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પરિણામે સિવિલ કમ્પાઉન્ડમાં આવા તત્વો ન ઘૂસે તે માટે બાઉન્સર મૂકવામાં આવ્યા છે. ઉપરાંત આ બાદ કોઈ દર્દીઓને લાલચ આપી લઈ જવાનું કાર્ય કરતાં દેખાશે તો તરત અધિકારીઓને જાણ કરી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:
- ખ્યાતિકાંડમાં સરકારી બાબુઓએ વહેતી ગંગામાં હાથ ધોયાની શંકા, નાણાકીય વ્યવહારોની થશે તપાસ
- ખ્યાતિ હોસ્પિટલ કાંડ : પાંચ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર, શું થશે નવા ખુલાસા?