ગુજરાત

gujarat

ETV Bharat / state

GMERSની મેડિકલ કોલેજોમાં ફી વધારા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર - MASSIVE FEE HIKE

GMERS સોસાયટી તબીબી સ્નાતક અભ્યાસક્રમ વર્ષ 2024-25 માં કરવામાં આવેલ તોતીંગ ફી વધારો પરત ખેંચવા બાબત રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને પત્ર લખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે માંગ કરી હતી. MASSIVE FEE HIKE

GMERSની મેડિકલ કોલેજોમાં ફી વધારા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
GMERSની મેડિકલ કોલેજોમાં ફી વધારા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 8, 2024, 8:12 PM IST

Updated : Jul 9, 2024, 2:36 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

અમદાવાદ: GMERS સોસાયટી તબીબી સ્નાતક અભ્યાસક્રમ વર્ષ 2024-25 માં કરવામાં આવેલ તોતીંગ ફી વધારો પરત ખેંચવા બાબત રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને પત્ર લખી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતું કે, ગુજરાત રાજ્યમાં ગુજરાત મેડીકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી (GMERS)ની રચના 14 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને તે સમયે રાજ્ય સરકારે સતત એવી જાહેરાત કરી હતી કે, ‘ઓછી ફીમાં ડોક્ટરો તૈયાર કરવામાં આવશે, જે ગુજરાતની આરોગ્ય સેવાને મદદરૂપ થશે.’ પરંતુ જે રીતે રાજ્ય સરકાર દ્વારા રાતોરાત GMERSની મેડીકલ કોલેજોમાં ઝીંકાયેલો જંગી ફી વધારો જે-તે સમયની રાજ્ય સરકારની જાહેરાતથી તદ્દન વિપરીત છે.

મેડીકલની ફીમાં 67થી 88 % સુધીનો વધારો:હાલ રાજ્યમાં 13 GMERS મેડીકલ કોલેજો છે. ગુજરાતમાં મોટા પાયે ડોક્ટરો, સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો, પેરા મેડીકલ સ્ટાફ, નર્સીસ સહિતના મેડીકલ ક્ષેત્રે જોડાયેલા માનવબળની મોટાપાયે ઘટ છે. ત્યારે ગુજરાતના મેડીકલ અભ્યાસ કરીને ડોક્ટર બનવાનું સપનું જોતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વર્ષ 2024-25 માટે સરકારી કોટામાં 67 % અને મેનેજમેન્ટ કોટામાં 88 % અને NRI કોટામાં 3,000 ડોલરના અસહ્ય ફી વધારાને કારણે ડોક્ટર બનવું મુશ્કેલ બનશે. એક સાથે મેડીકલની ફિમાં 67થી 88 % સુધીના વધારાને કારણે વાલી-વિદ્યાર્થીઓ મોટી આર્થિક ચિંતામાં મુકાઈ ગયા છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો: સોસાયટીની કોલેજોમાં જે રીતે રાજ્ય સરકારે ફીનો વધારો કર્યો છે. તેના લીધે નીટના ઉંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને GMERSની કોલેજોમાં પ્રવેશની શક્યતા હતી. તે તમામ વિદ્યાર્થી-વાલીઓ માટે કેવી રીતે નાણાંકીય આયોજન કરવું તે ગંભીર પ્રશ્ન બની ગયો છે. ગુજરાતના વાલીઓ કે જેઓ પોતાના સંતાનોને મેડીકલમાં ગુજરાત ખાતે અભ્યાસ કરાવવા માંગે છે. તેઓની રજુઆત કોંગ્રેસ પક્ષને મળી હતી. મેડીકલમાં જંગી ફી વધારા અંગેની વાલીઓની ચિંતા વ્યાજબી છે. સરકારી મેડિકલ કોલેજની ફીને લઈ ગત વર્ષની માફક આ વખતે વાલીઓનો વિરોધ જ ન થાય તેવા બદઈરાદાપૂર્વક સરકારે પ્રવેશ પહેલા જ તોતિંગ ફી વધારો જાહેર કર્યો છે.

સરકારી ક્વોટામાં ફી વધારીને 5.50 લાખ કરાઇ:સરકારી ક્વોટાની બેઠકોમાં અત્યાર સુધીમાં વાર્ષિક રૂ.3.30 લાખ ફી લેવામાં આવતી હતી જેમાં 66.66 %ના વધારા સાથે રૂ.5.50 લાખ ફી કરાઈ છે. મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ. 9 લાખથી વધારીને રૂ.17 લાખ કરવામાં આવી છે, જેમાં 88.88 %નો વધારો કરાયો છે. મહત્વની વાત એ છે કે, મેડિકલ કોલેજોની ફીમાં ગત વર્ષે તા.20 જુલાઈના રોજ જે ફી વધારા સાથે પરિપત્ર પ્રસિદ્ધ કરાયો હતો એમાં માત્ર તારીખ જ બદલવામાં આવી છે. બાકી કોઈ ફેરફાર કરાયો નથી.

સામાન્ય વર્ગના બાળક માટે ડોક્ટર બનવું માત્ર સ્વપ્ન:એક તરફ દિવસેને દિવસે મેડિકલનું શિક્ષણ મોઘું થઈ રહ્યુ છે. ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારના બાળક માટે ડોક્ટર બનવુ એક માત્ર સપનુ જ છે, ત્યારે હવે ફરી તોતિંગ ફી વધારો ઝીંકી સામાન્ય-મધ્યમ પરિવારના બાળકો માટે પણ તબીબી-શિક્ષણનો રસ્તો સાવ બંધ કરી દેવાયો છે. આગામી દિવસોમાં ફી વધારો પાછો નહિ ખેંચાય તો કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ NSUI આંદોલન કરશે. રાજ્યની 13 GMERSની મેડીકલ કોલેજમાં કરવામાં આવેલો તોતીંગ ફી વધારો સત્વરે પાછો ખેંચવામાં આવે જેથી કરીને ગુજરાતના સામાન્ય-મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે અને રાજ્યમાં ડોક્ટરોની ઘટ કઈક અંશે ઓછી થાય તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી છે.

  1. કૂવામાં રોટલો પધરાવી વરસાદ કેવો રહેશે તેવો અંદાજ મેળવતું જામનગરનું અનોખું ગામ આમરા, 400 વર્ષ જૂની પરંપરા - Jamnagar News
  2. ઓલપાડમાં સ્કૂલવાન પલટી જતા વિદ્યાર્થીઓ થયા ઈજાગ્રસ્ત, CCTV આવ્યા સામે - Eco car overturned
Last Updated : Jul 9, 2024, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details