ગુજરાત

gujarat

ETV Bharat / state

મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, હાલ તબિયત સ્વસ્થ

ગુજરાત કોંગ્રેસના પૂર્વવિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને નાગપુરમાં પ્રચાર દરમિયાન હૃદય રોગનો હળવો હુમલો આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને હળવો હાર્ટ એટેક આવ્યો
મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને હળવો હાર્ટ એટેક આવ્યો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 6 hours ago

અમદાવાદ:ગુજરાતના કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને અચાનક હૃદય રોગનો હુમલો આવતા તેમણે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, પરેશ ધાનાણી મહારાષ્ટ્રમાં યોજાનાર ચુંટણી માટે પ્રચાર કરી રહયા હતા. જે અંતર્ગત નાગપુર ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની અચાનક તબિયત લાથડતા આસપાસના સૌ ચિંતિત થઈ ગયા હતા.

હાર્ટ અટેક આવતા પરેશ ધાનાણીને તાત્કાલિક સારવાર અર્થે નાગપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જે બાદ પ્રાથમિક સારવાર બાદ તેમને નાસિકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સૂત્રો તરફથી જાણવા મળે છે કે, તેમને જલ્દી જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, યોગ્ય સમયે યોગ્ય સારવાર મળતા હાલ પરેશ ધાનાણીની તબિયત સારી છે અને તેઓ હાલ સ્વસ્થ છે. સૂત્રો તરફથી એવી પણ વિગતો મળી રહી છે કે, નાસિક હોસ્પિટલમાં તેમની એન્જીયોપ્લાસ્ટ સર્જરી કરવામાં આવી હતી.

કોણ છે પરેશ ધાનાણી:કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો જન્મ 15 ઓગસ્ટ 1976માં અમરેલીમાં થયો હતો. તેમણે જેમનું શિક્ષણ પૂર્ણ કરાયા બાદ રાજકારણ તરફ પગલાં આગળ વધ્યા હતા. 2001 માં તેઓ અમરેલીના યુવા કોંગ્રેસ પ્રમુખ બન્યા અને આમ તેમની રાજકારણની સફર શરૂ થઈ હતી. 2002 માં તેમણે પ્રથમ વખત તેમના જન્મસ્થાન અમરેલીમાંથી ચૂંટણી લડી હતી, જેમાં તેઓએ ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાને 16 હજાર મતોથી હરાવી વિજેતા બન્યા હતા.

આ પણ વાંચો:

  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસની આજથી શરૂઆત, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરશે
  2. વાવ વિધાનસભા પેટા ચૂંટણી 2024: માવજીભાઈ પટેલના સમર્થનમાં પટેલ સમાજ, આજે ઉમેદવારી પાછી ખેચવાનો છેલ્લો દિવસ

ABOUT THE AUTHOR

...view details