ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ નામાંકનપત્ર ભર્યું રાજકોટ : ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ નામાંકનપત્ર ભર્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકોટના હાર્દ સમા વિસ્તારમાંથી રેલી કાઢી રાજકોટ કલેક્ટર કચેરીએ પહોંચી પરશોત્તમ રૂપાલાએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
રૂપાલાએ નામાંકન પત્ર ભર્યું :આ રેલીમાં કર્ણાટકના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજકોટમાં પાણીવાળા મેયરની ઉપમા મેળવેલા વજુભાઈ વાળા, ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યસભાનાં સાંસદ રામભાઈ મોકરીયા તેમજ રાજકોટ વિધાનસભા મતક્ષેત્રમાં તમામ ધારાસભ્યો પરશોત્તમ રૂપાલાની આસપાસ ગોઠવાયેલા જોવા મળ્યા હતા. આ રેલી દરમિયાન ખુલ્લી જીપમાં બેસી રૂપાલાએ રસ્તામાં જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.
ક્ષત્રિય સમાજને કરી અપીલ :વિજય રૂપાણીએ મીડિયાને પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવી નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે પરશોત્તમ રૂપાલાએ આ ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને ભારતની વિકાસલક્ષી રાજનીતિમાં તેમને સહયોગ આપવા અપીલ કરી હતી.
ભારે ભીડ વચ્ચે રેલી નીકળી :પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ ચાલી રહેલા રાજપૂત સમાજના આંદોલનને ધ્યાને લઈને રેલી કવર સાથે-સાથે ચાલનારા અને સ્થાન પર હાજર રહેલા પત્રકારો તેમજ ફોટોગ્રાફરો અને વીડિયોગ્રાફરોને એક ચોક્કસ અંતર જાળવીને ફોટા કે વિડીયો લેવા વિનંતી કરવામાં આવી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો :વર્ષ 1952માં ગુજરાત વિધાનસભામાં જનસંઘનો સ્વર્ગીય ચીમનભાઈ શુકલા રૂપી પ્રથમ દિપક પ્રગટાવનારા પક્ષનાં ઇતિહાસમાં આ દિવસ મંગળવાર અને તારીખ 19 એપ્રિલ 2024 એટલા માટે યાદગાર બની રહેશે. કારણ કે, જનસંઘથી ભારતીય જનતા પક્ષનો સફર ખેડનારા ડબલ-એન્જીનના આત્મવિશ્વાસવાળી સરકારના મુખ્ય શહેરમાં આ રેલી સિવિલ ડ્રેસમાં પોલીસ સુરક્ષા પ્રદાન કરતા પોલીસકર્મીઓ વચ્ચે નીકળી હતી.
- ભાજપ હાઈકમાન્ડે CM નિવાસસ્થાને રાજપૂત આગેવાનો સાથે બેઠક કરી, પરસોતમ રૂપાલા આજે ફોર્મ ભરશે કે નહીં ?
- રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનું આંદોલન હવે ભાજપ વિરુદ્ધ રૂખ કરી રહ્યું છે... - Rajkot Kshatriya Protest