ETV Bharat / state

'આખી જિંદગી ખાદી બનાવી', વણકર પરિવારે જણાવી ખાદીની અત્યાર સુધીની સફર - KHADI

ભાવનગરના ગુંદી ગામમાં રહેતા માત્ર 4 વણકર પરિવારો વર્ષોથી ખાદી અને વણાટકામ કરતા આવ્યાં છે. જેમાંથી બે પરિવારે ખાદીની અત્યાર સુધીની સફર વર્ણાવી છે.

ગુંદી ગામમાં વસે છે માત્ર ખાદી બનાવતો  4 વણકર પરિવાર
ગુંદી ગામમાં વસે છે માત્ર ખાદી બનાવતો 4 વણકર પરિવાર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2024, 7:23 PM IST

ભાવનગર: ભાવનગરનું ખાદી ગ્રામઉદ્યોગ એક સમયે 180 પરિવારોને ખાદી બનાવવામાં રોજગારી આપતો હતો. જોકે, આજે ઉત્પાદન બંધ થતાં પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. સરકારનો ટેકો રહ્યો ત્યાં સુધી ખાદી વેંચાતી હતી. ત્યારે ભાવનગરમાં બનતી માત્ર સફેદ ખાદીને લઈને જિલ્લાના એક ગામમાં ખાદી બનાવતા બે ભાઈઓ સાથે ઈટીવી ભારત પહોંચ્યુ હતું અને ખાદી બનાવવાથી લઈને વેંચાણ સુધીની સફર વિશે માહિતી મેળવી હતી.

ખાદી બનાવતું ગુંદી ગામ

ઈટીવી ભારતની ટીમ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગુંદી ગામની મુલાકાતે પહોંચી હતી. ગુંદી ગામમા વર્ષોથી રહેતા વણકર પરીવારની મુલાકાત લીધી હતી. પરિવારના મોભી ખેતાભાઈ અને તેમના ભાઈ હરજીભાઈએ ખાદી વિશે વાતચીત કરી હતી. ખેતાભાઇ આણંદભાઈ જોગદીયાએ જણાવ્યું હતું કે, અત્યારે ઘણો ફેરફાર છે, ભાવ સારા છે. અત્યારે 40 થી 42 રૂપિયા મજૂરી મળે છે. પહેલાં વળતર ઓછું હતું એટલે કે, રૂપિયો દોઢ રૂપિયો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ લગભગ 50 વર્ષથી ખાદી વણે છે, તેમના બાપ-દાદાએ ખાદી બનાવવામાં આખી જિંદગી ખર્ચી નાખી. આ ગામમાં 10 જણા હતા જેમાંથી આજે 4 ઘર વણકરોના છે. તેઓ ઉમેરે છે કે, હાલના સમયમાં ખાદીમાંથી ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે અને મોંઘવારીના કારણે ખાદીના કામમાંથી પૂરું પણ પડતું નથી.

ભાવનગરના ગુંદી ગામમાં વણકર પરિવારે જણાવી ખાદીની સ્થિતિ (Etv Bharat Gujarat)

ખાદીના ભાવ વધ્યા તો સાથે મોંઘવારી પણ વધી

ખેતાભાઈ સાથે વાત કર્યા બાદ તેમના ભાઈ હરજીભાઈ સાથે પણ વાતચીત કરી. હરજીભાઈ જુના પગથી ચાલતા હાથશાળ પર કામ કરતા હતા અને રેડીયોમાં જુના ગીતો ચાલુ હતા. હરજીભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે પરિસ્થિતિ એવી છે કે મોંઘવારી નડે છે. લગભગ 40, 45 વર્ષથી કામ કરીએ છીએ. પહેલા શરૂ કર્યું ત્યારે ભાવ ઓછા હતા. અત્યારે ભાવ વધ્યા છે પણ સાથે-સાથે મોંઘવારી પણ વધી છે. તેઓ કહે છે કે, તેમના ગામમાં 4 થી 5 જણા રહ્યા છે, ત ખાદીની ઓછી માંગ છે અને વણકર ઓછા થઈ ગયા છે. સરકાર મજૂરીમાં વધારો કરે તો સારું. પહેલા ઓછી જ હતી પણ મોંઘવારી પ્રમાણે વધતી જાય છે. મીટરના ભાવ 40 થી 45 છે પણ વણાટ ઉપર છે.

ગુંદી ગામનો જોગદીયા પરિવાર વર્ષોથી કરે છે ખાદી વણાટનું કામ
ગુંદી ગામનો જોગદીયા પરિવાર વર્ષોથી કરે છે ખાદી વણાટનું કામ (Etv Bharat Gujarat)

ખાદી બનાવવાની પદ્ધતિ

ખેતાભાઈ અને હરજીભાઈ બન્ને 50 વર્ષ વટાવી ચુક્યા છે. તેમના બાપ-દાદાઓ પણ ખાદી બનાવતા પણ બાદમાં ખેતાભાઈના દીકરા દિનેશભાઇ સાથે વાતચીત કરી તો તેમણે ખાદી બનાવવાની પદ્ધતિ જણાવી હતી. દિનેશભાઇ ખેતાભાઈ જોગદીયાએ જણાવ્યું હતું કે, તેમને ગાંધી સ્મૃતિમાંથી ખાદીના દોરા આપવામાં આવે છે, સુતરની આંટી ઘરે લાવીને તેને ખોલવામાં આવે છે અને પછી તેને પાણીમાં પલાળીને ધોકા મારીને સ્મૂથ કરવામાં આવે છે. ત્યાર બાદ ત્રણ દિવસ સુધી તેને પલળવા દેવી પડે છે, અને ચોથા દિવસ સુધી તેને સુકવવી પડે છે અને પછી તેને ઝાટકવી પડે છે, આ પ્રક્રિયાથી સુતરનો દોરો મજબૂત થાય છે.

આજે પણ પરંપરાગત હાથશાળ પર બનાવાઈ છે ખાદી
આજે પણ પરંપરાગત હાથશાળ પર બનાવાઈ છે ખાદી (Etv Bharat Gujarat)

ત્યાર બાદ તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આ પ્રક્રિયા કર્યા બાદ મોટા રીલ ભરવામાં આવે છે અને તેને તરેલમાં ચડાવવામાં આવે છે, પછી એમાંથી એક-એક કરીને 180 તાર ગોઠવવા પડે છે, એમાંથી એક રોલ તૈયાર થાય છે, એમાં એક પટ્ટો પાડવાનો હોય છે. આમ એક દિવસમાં એક પટ્ટો પડે, એવા 11 પટ્ટા પાડવાના હોઈ એમાં 11 દિવસ લાગે છે. અહીં હાથશાળ પગથી ચલાવવાની હોય છે.

વણકર પરિવારે જણાવી ખાદી બનાવવાની પદ્ધતિ
વણકર પરિવારે જણાવી ખાદી બનાવવાની પદ્ધતિ (Etv Bharat Gujarat)

દિનેશભાઈ ઉમેરે છે કે, ખાદીની માંગ તો લગભગ ઓછી થઈ ગઈ છે, અને અત્યારે મજૂરી ઓછી મળે છે. પરંતુ બહાર વધુ મળે છે એટલે માણસો ખાદી ઉપર ધ્યાન દેતા નથી અને મહિનો કાઢવો અઘરો પડી જાય છે.

હરજીભાઈના પરિવારના દીકરા જૈનમ જોગદીયાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયામાં મજૂરી વધી જાય છે, હાથશાળના કારણે, એના ઉપયોગ સિવાય ઈલેક્ટ્રીક કે પાવરલૂમની નવી સંશોધન કરીને એક સારું મશીન બનાવવું જોઈએ. જેનાથી આપણને પૈસા મળી શકે અને ટાઈમ વધારે કન્ઝ્યુમ ન થાય તો તેના માટે નવા મશીનની સરકારને સંશોધન કરવાનું સૂચન કર્યુ હતું.

ખાદી ગ્રામઉદ્યોગ ભાવનગર
ખાદી ગ્રામઉદ્યોગ ભાવનગર (Etv Bharat Gujarat)

ગુંદી ગામ બાદ ખાદી ભંડારના મેનેજરે સ્થિતિ વર્ણવી

ખાદીની સ્થિતિ અને વેચાણને લઈને ભુપેશભાઈ શાહે જણાવ્યું હતું કે, તેઓ આ સંસ્થા સાથે છેલ્લા 40 વર્ષથી જોડાયેલા છે, જ્યારે તેઓ જોડાયા તે દિવસે 130 થી 170 સુધીના કારીગરો હતા. ભાવનગર જિલ્લા અને સુરેન્દ્રનગરના લીમડી તાલુકાના મેમકા ગામની અંદર આવા 130 થી 170 કારીગરો સુધીની સંખ્યા હતી. હાલની પરિસ્થિતિમાં ખાદીનું ઉત્પાદન નહિંવત છે. આજે તેમને ત્યાં 28 થી 30 કારીગરો કામ કરે છે, પણ કામ પૂરતું આપી નથી શકતા, કારણ કે જે ક્વોલિટીની જરૂરિયાત છે, એ અહીં બનતી નથી. ગુજરાતની અંદર, જે ક્વોલિટીની ડિમાન્ડ વધારે પડતી હોય છે એના સૂતરની અંદર ખાસ કરીને કોલેજીયનો ફેન્સી વધારે માગતા હોય છે.

સરકારે જ ખાદીનો ઉપયોગ બંધ કરતા પડતી આવી

ભુપેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલા ના સમયમાં એટલા બધા કારીગરો અને કામ પૂરું પાડી શકતા હતા એનું કારણ મોટામાં મોટું હતું તે ચાદર છે, સ્ટેપેસ્ટિક છે ગવર્મેન્ટ સપ્લાય ત્યારે તેમની પાસે ખાસી એવી ખાદી હતી. અમૂલ ડેરીથી માંડીને ગવર્મેન્ટની દરેક ઓફિસોમાં ખાદી વપરાતી હતી. હાલ ગવર્મેન્ટ ઓફિસોમાં ખાદી વપરાતી નથી. એના હિસાબે ગુજરાતમાં ખાદીની અંદર થોડી ખોટ આવી છે.

એક દિવસમાં એક ઘર કેટલી ખાદી બનાવે

ભુપેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ખાદી સામાન્ય રીતે એક ઘરના કારીગર ઓછામાં ઓછા ત્રણથી ચાર મેમ્બરો હોય તો કમ્પ્લીટલી સુતર પલાળવું, તાણી બનાવવી, ભાણો તૈયાર કરવો વગેરે કામ કરતા-કરતા એક દિવસનું 12 થી 15 મીટર થી હાથશાળ ઉપર કામ વધારે થઈ શકતું નથી. અત્યારે તો સરકારના નિયમ મુજબ સારા એવા ભાવ વધારા થયા છે, ખાદીની અંદર, પણ તેમ છતાં તે નવી પેઢી અત્યારે ખાદી કામમાં આવવા તૈયાર નથી. જુના કારીગરો છે દરેક સંસ્થાઓમાં એટલી બધી સંસ્થાનું ઓછું વતું પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.

  1. વર્ષ 2024 ભાવનગર જિલ્લા માટે કેટલું યાદગાર, જાણો બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
  2. ભાવનગર મનપાએ સરકાર પાસે માંગ્યા 99 કરોડ રૂપિયા, જાણો શું છે 'સ્પેશિયલ પ્રોજેક્ટ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.