કચ્છ લોકસભા બેઠક પર મતદારોનો મિજાજ કચ્છઃભુજના દાદા-દાદી પાર્કમાં સ્થાનિક લોકો સાથે Etv Bharatએ કચ્છના મતદારો સાથે ખાસ વાતચીત કરી હતી. સ્થાનિક લોકોએ છેલ્લા દસ વર્ષમાં કચ્છની અંદર થયેલા વિકાસના કામો તેમજ ખૂટતી કડીઓ અંગે વાતચીત કરી હતી તો આવનારી ચૂંટણીમાં વિજેતા થનાર ઉમેદવાર પાસે પોતાની અપેક્ષાઓ અંગેની પણ વાતચીત કરી હતી.
જન સમસ્યાઓઃકચ્છમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, રેલવ સુવિધાઓમાં વધારો, શિક્ષણ, આરોગ્ય, રોજગારી તેમજ પર્યાવરણને થઈ રહેલા નુકસાન અંગેના મુદ્દાઓને લઈને લોકોએ વાત કરી હતી. ખાસ કરીને ધારાસભ્યો કે રાજ્ય અને કેન્દ્રીય પ્રધાનોને ટોલટેક્સ માંથી મુક્તિની વાત અંગે પણ જાગૃત મતદારે વાત કરી હતી. જનતાને ટોલટેક્સ ભરવો પડી રહ્યો છે જ્યારે ધારાસભ્ય કે અન્ય મંત્રીઓને ટોલટેક્સ માંથી મુક્તિ છે. જેથી સમજી શકાય છે કે ખરેખર કોનો વિકાસ થઈ રહ્યો છે. ઉમેદવારોની 5 થી 10 વર્ષમાં સંપત્તિ 5 ગણી કે 10 ગણી થઈ જતી હોય છે તો આ સંપત્તિમાં અચાનક આટલો વધારો કઈ રીતે થાય છે તે અંગે પણ સવાલો મતદારોએ ઉભા કર્યા હતા.
બાગબગીચાનો વિકાસઃ અમુક સ્થાનિક મતદારો હાલના કચ્છના સાંસદ વિનોદ ચાવડાના કામથી સંતુષ્ટ હોવાની વાત કરી હતી તો સાથે જ આવનારા સમયમાં ખૂટતી કડીઓ અંગેની પણ વાત કરી હતી. ભુજ શહેરના સ્થાનિક મુદ્દાઓ અંગે પણ લોકોએ વાત કરી હતી જેમાં બાગ બગીચાઓનું વિકાસ તેમજ જાળવણીનો અભાવ સાથે જ રાજાશાહી સમયના કૃષ્ણજી પુલ અંગેની રજૂઆત પણ કરી હતી તો સરહદી વિસ્તાર હોવાથી શિક્ષકોની ઘટ્ટ તેમજ હોસ્પિટલોમાં ડોક્ટરોની પણ ઘટ્ટ જોવા મળી રહી છે જે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે.
જોરદાર ચૂંટણી ટક્કરઃ કચ્છ લોકસભા બેઠક પર ચૂંટણીના માહોલની વાત કરતા મતદારોએ જણાવ્યું હતું કે હાલમાં ચૂંટણી જેવો માહોલ ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક બેઠક મજબૂત હોવાથી એક તરફી ચૂંટણીનો માહોલ દેખાઈ રહ્યો છે. પરંતુ એક બાજુ 10 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવાર છે. જ્યારે બીજી બાજુ યુવા ચહેરો છે અને ખાસ કરીને સ્થાનિક ઉમેદવાર છે. સાથે ધર્મગુરુ પણ છે અને બંને ઉમેદવારો ભણેલા ગણેલા હોવાથી આ વખતે જે મતની જંગી લીડથી વિજેતા બનવાના દાવા કરવામાં આવી રહ્યા છે. તે આ વખતે જોવા મળશે નહીં પરંતુ ચોક્કસથી આ બેઠક પર ટક્કર જોવા મળી શકે છે. તો સાથે જ આ વખતે ચૂંટણી સમયે અમુક સમાજોમાં નારાજગી પણ છે ત્યારે તે પણ બેઠકના પરિણામ પર અસર કરે તેવી શક્યતા છે.
સ્થાનિક સ્તરે વિકાસ કરે તેવી માંગઃ કચ્છના પાટનગર ભુજથી હરિદ્વારની ટ્રેનોની માંગ અનેક સમયથી છે. તે પણ માંગ સંતોષાય તેવી અપેક્ષા મતદારોની છે. આ ઉપરાંત જાગૃત મતદારે એવી પણ વાત કરી હતી કે લોકોને સમસ્યાઓ તો છે પરંતુ લોકો મીડિયા સમક્ષ પોતાની સમસ્યા વર્ણવા માટે સામે નથી આવી રહ્યા તે શા કારણે બની રહ્યું છે તે પણ સમજાઈ રહ્યું નથી. આ ઉપરાંત કચ્છને રોયલ્ટી માંથી ઘણી આવક ઊભી થાય છે. તો આ રોયલ્ટીની આવકમાંથી કચ્છમાં વિકાસ કરવામાં આવે તો તેનો લાભ ચોક્કસથી મળી શકે છે.
સુરજબારી પુલ પર ટ્રાફિક સમસ્યાઃ કચ્છના પ્રવેશદ્વાર સમા સુરજબારી પુલ પર દરરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. તો તેના માટે પણ વૈકલ્પિક સુવિધા ઉભી કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે. તો સાથે જ ભુજમાં સિટી બસ શરૂ કરવાની વાત અનેક વર્ષોથી ચાલી રહી છે જે હજુ સુધી પણ પૂર્ણ કરવામાં આવી નથી. તો આવનારો ઉમેદવાર જે કોઈપણ હોય તે કચ્છના સ્થાનિક મુદ્દાઓને અને સ્થાનિક લોકોની માંગને ધ્યાનમાં રાખીને કામ કરે તેવી આશા છે તેવું મતદારોએ જણાવ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક મતદારોએ પણ અન્ય મતદારોને અવશ્યથી મતદાન કરવા માટે અપીલ કરી હતી.
- પ્રિયંકા ગાંધી વલસાડ મુલાકાત પહેલાં સુરત એરપોર્ટ પર આવ્યું વિઘ્ન, બાય રોડ વલસાડ જવા રવાના થયાં - Lok Sabaha Election
- આજે અમિત શાહ પોરબંદરમાં મનસુખ માંડવિયા માટે ચૂંટણી પ્રચાર કરશે, જામકંડોરણામાં 'વિજય સંકલ્પ સભા'નું આયોજન - Loksabha Election 2024