ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારની ખેર નહીં, મુખ્યમંત્રી નિવાસ્થાને ભાજપ સાંસદોની સમીક્ષા બેઠક યોજાઈ - CM House BJP MPs Meeting

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ્થાને ભાજપના ચૂંટાયેલા સાંસદોની એક બેઠક મળી છે. જેમાં લોકસભા ચૂંટણી પરિણામો અંગે સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં ભાજપના કેટલાક સિનિયર નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. બેઠકમાં બનાસકાંઠાની બેઠક કેમ ગુમાવે તેની અંગે ચર્ચા પણ કરાશે. Loksabha Election 2024 Gandhinagar Gujarat CM House BJP MPs Meeting

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 17, 2024, 7:20 PM IST

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણી પરિણામોની સમીક્ષા બેઠક યોજાઈ છે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામો અંગે સમીક્ષા કરવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં કેટલાક ભાજપના નેતાઓએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાની ચર્ચા ઉઠી હતી. અનેક સીટો પર ઉમેદવાર બદલવાની માંગણી પર સ્થાનિક ભાજપ નેતાઓ દ્વારા કરવામાં આવી હતી.

પક્ષ વિરોધી પ્રવૃત્તિની ફરિયાદઃ લોકસભા ઉમેદવારો દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી હોવાની ફરિયાદો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિની ફરિયાદી કમલમ સુધી પહોંચી હતી. પક્ષમાં રહેલો અસંતોષ ઠારવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના નેતાઓ સમગ્ર ચૂંટણી દરમિયાન દોડતા રહ્યા હતા. બેઠકમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર નેતાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.

ભાજપનો લક્ષ્યાંકઃ ભાજપ દ્વારા ગુજરાતની દરેક 26 સીટ ઉપર પાંચ લાખની લીડનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. 2022 ની વિધાનસભા ચૂંટણીના પરિણામો આધારે આ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ આ લક્ષ્યાંક સિદ્ધ થયો નથી. માત્ર ચારેક બેઠક બાદ કરતાં તમામ સીટો પર લીડ પાંચ લાખથી ઓછી રહી છે. પાંચ લાખ લીડની વાત તો દૂર રહી પરંતુ નબળા ઉમેદવારને કારણે બનાસકાંઠા બેઠક પણ ભાજપે ગુમાવવાનો વારો આવ્યો છે. પાટણ બેઠક જીતવામાં પણ ભાજપને નવ નેજા પાણી ઉતરી ગયા છે. ચંદનજી ઠાકોર 16 રાઉન્ડ સુધી આગળ હતા. રાજ્યમાં મજબૂત થયેલી કોંગ્રેસની નેતાગીરી અંગે પણ ચર્ચા થશે. ગુજરાતમાં કોંગ્રેસની મતની ટકાવારી પણ વધી છે. કોંગ્રેસના વધેલા જનાધાર અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે.

ક્ષત્રિય આંદોલનઃ ગાંધીનગરમાં ભાજપ સાંસદોની બેઠકમાં ક્ષત્રિય આંદોલનની ચૂંટણી પર અસર અંગે પણ વાતચીત કરવામાં આવશે. કારણ કે આગામી દિવસોમાં યોજાનારી પાલિકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનની અસર અંગે સમીક્ષા કરવામાં આવશે. જોકે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સર્વાય સીટો પર ભારતીય જનતા પાર્ટીની લીડમાં વધારો થયો છે. તેથી ક્ષત્રિય આંદોલનની અસર સૌરાષ્ટ્રમાં ઓછી જોવા મળી છે.

  1. પીએમ-આવાસ યોજના હેઠળ દેશમાં વધુ 3 કરોડ મકાનો બનાવાશે, રાજ્ય સરકારે મોદી કેબિનેટના નિર્ણયને આવકાર્યો - Cm Bhupendra patel
  2. જર્મન કોન્સ્યુલ જનરલ અચિમ ફેબિગ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વચ્ચે સૌજન્ય મુલાકાત - Gujarat Cm BHupendra Patel

ABOUT THE AUTHOR

...view details