વડાપ્રધાન અને ભાજપ પર આકરા વાકપ્રહાર (Etv Bharat Gujarat) અમદાવાદઃ અખિલ ભારતીય કોંગ્રેસના સમિતિ(AICC)ના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ અને વડાપ્રધાન પર આકરા વાકપ્રહાર કર્યા હતા. તેમણે ભાજપ અને નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિ પર પણ સવાલ ઊભા કર્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં શ્રીનેતે કોંગ્રેસના મેનિફેસ્ટોની વિગતવાર માહિતી આપી હતી.
મણિપુર મુદ્દે વાકપ્રહારઃ સુપ્રિયા શ્રીનેતે આજે મણિપુર મુદ્દે વડાપ્રધાન મોદી પર આકરા વાકપ્રહા કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશની મહિલાઓ પર અત્યાચારો થઈ રહ્યા છે. એ પછી મણિપુર હોય, ઉન્નાવ હોય, હાથરસ હોય કે ગુજરાતની બિલકિસ બાનુ હોય. વડાપ્રધાન મોદી મણિપુરની મુલાકાત લઈને આ મુદ્દાનો ઉકેલ કેમ લાવતા નથી? વડાપ્રધાને મ થી મણિપુર અને મહિલાઓની સમસ્યાની વાત કરવી જોઈએ. વડાપ્રધાન ગ્રીસ, રશિયા જાય છે પણ મણિપુર જવાનું આવે એટલે તેમના કરોડોના હવાઈ જહાજનું એન્જિન બંધ થઈ જાય છે. મને ગર્વ છે અમારા નેતા પર કે તેમણે 2 વખત મણિપુરની મુલાકાત લીધી છે.
વડાપ્રધાન અને ભાજપ પર આકરા વાકપ્રહાર (Etv Bharat Gujarat) વડાપ્રધાન પોતે કરેલા વિકાસકામો ગણાવેઃ AICCના સુપ્રિયા શ્રીનેતે વડાપ્રધાનને અને તેમની સરકારે કરેલા વિકાસકાર્યો ગણાવવા કહ્યું હતું. સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, નરેન્દ્ર મોદી ગુજરાત મુખ્યપ્રધાન રહ્યા અને દેશના વડાપ્રધાન બન્યા છતાં કરેલા વિકાસકાર્યો પર કેમ કાંઈ બોલતા નથી. વડાપ્રધાન 10 વર્ષ સત્તામાં રહ્યાં બાદ પણ ક્ષમિકો, યુવાઓ, મહિલાઓની સમસ્યાઓ પર બોલી શકતા નથી. શા માટે વડાપ્રધાન હંમેશા નહેરુ અને રાહુલ ગાંધી પર બોલે છે. ચૂંટણી આવતા વડાપ્રધાન હિંદુ, મુસ્લિમ અને મુસ્લિમ લીગ પર વાત કરવા લાગે છે. જનતા જાણવા માગે છે કે આગામી સમય માટે તમારી શું રણનીતિ છે?
કોંગ્રેસનો મેનિફેસ્ટોઃ સુપ્રિયા શ્રીનેતે આજની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ મેનિફેસ્ટો વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, અમારો મેનિફેસ્ટો ૪૮ પેજનો છે. જેમાં દેશની દરેક સમસ્યાનું સમાધાન છે. જેવી કે ગરીબી, બેરોજગારી, મોંઘવારી, ક્ષમિક, મહિલા તમામની સમસ્યાઓનું સમાધાન દર્શાવે છે અમારો મેનિફેસ્ટો. વડાપ્રધાનની શું મજબૂરી છે કે તેઓ કોંગ્રેસના મેનિફેસ્ટોનો દુષ્પ્રચાર કરે છે. નરેન્દ્ર મોદી કહે છે કે કોંગ્રેસ તમારી ભેંસ, મંગલસૂત્ર અને સંપત્તિ લઈ લેશે. મંગલસૂત્ર એક મહિલા માટે માત્ર દોરો નથી. 55 વર્ષ કોંગ્રેસ સત્તામાં રહી શું અમે કોઈના મંગલસૂત્ર કે ભેંસ છીનવી છે ? ગલવાનમાં જે જવાનો શહીદ થયા હતા તેમની વિધવાઓના મંગલસૂત્રનો શું હિસાબ છે ? જે ઈંદિરા ગાંધીએ યુદ્ધ માટે પોતાના ઘરેણા આપી દિધા હતા એ પક્ષને તમે મંગલસૂત્રનું પુછો છો.
4000 કિમી યાત્રા કરીને મેનિફેસ્ટો તૈયાર કર્યોઃ કોંગ્રેસનો મેનિફેસ્ટો ક્રાંતિકારી છે. કોંગ્રેસે ૩ લોકોને રૂમમાં બેસાડીને મેનિફેસ્ટો બનાવ્યો નથી. અમારા નેતાઓ 4000 કિમીથી વધુની યાત્રા કરી, લોકોની સમસ્યાઓ જાણી અને સાંભળીને મેનિફેસ્ટો તૈયાર કર્યો છે. વડાપ્રધાન મોદી અને બીજેપીએ જે સમસ્યાઓ ઊભી કરી છે તે દરેક સમસ્યાનું સમાધાન છે અમારો મેનિફેસ્ટો. અમે 30 લાખ નોકરીઓનો વાયદો કર્યો છે. ગુજરાત, યુપી, રાજસ્થાનમાં પેપરલીકની સમસ્યા બહુ મોટી છે. પેપરલીકમાં જેમની સંડોવણી હોય છે તે ભાજપના સંબંધીઓ જ હોય છે. અમે પેપર લીક સામે કડક કાયદો લાવીશું. સેના અને રક્ષાનું કામ ભાડે કે કોન્ટ્રાક્ટ પર ન થાય. અમે આ અગ્નિવીરની વ્યવસ્થાને સંપૂર્ણ રીતે ખત્મ કરીશું. અમારી સરકાર બનશે તો નોકરીમાં મહિલાઓ અને યુવતીઓને 50% અનામત આપીશું. અમે ગરીબ મહિલાઓના હાથમાં વાર્ષિક 1 લાખ રૂપિયા આપીશું. દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો જાતિગત જનગણના કરાવીશું.
પ્રજવ્વલ રેવન્ના મુદ્દે ઝાટકણી કાઢીઃ દેશના વડાપ્રધાન મૈસુર જઈને પ્રજવ્વલ રેવન્ના માટે મત માંગે છે. હું એ રેવન્નાને રાક્ષસ કહું છું. શું મોદીજી જાણતા નહોતા કે રેવન્નાએ શું કર્યુ છે ? ડીસેમ્બર મહિનાથી સ્થાનિક નેતાઓ કહી રહ્યાં હતા કે રેવન્નાને ટિકિટ ન આપો. જાન્યુઆરીમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરાઈ છતા ભાજપે રેવન્નાને ટિકિટ આપી. મામલો સામે આવ્યો ત્યારે ભાજપે અંધારામાં રેવન્નાને દેશની બહાર જવા દીધો.
- કર્ણાટક યૌન શોષણ કેસ: રાહુલે સિદ્ધારમૈયાને કહ્યું- પીડિત મહિલાઓને શક્ય તમામ મદદ કરો - KARNATAKA SCANDAL RAHUL
- સોનિયાબેને રાહુલયાનને 20-20 વખત લોન્ચ કર્યુ, વાંધો સીટમાં નથી તમારામાં છે: અમિત શાહનો કોંગ્રેસનો ટોણો - Amit Shah Addresses Public Meeting