ગુજરાત

gujarat

ETV Bharat / state

Loksabha Election 2024: નિમુબેન બાંભણિયાનો નોમિનેશન ડે: જાહેર સભાના વિરોધથી માંડીને બ્રાહ્મણ તિલક સુધી, જાણો આખો ઘટનાક્રમ - NIMUBEN NOMINATION - NIMUBEN NOMINATION

ભાવનગર લોકસભા બેઠક ઉપર નિમુબેન બાંભણીયાના ઉમેદવારી પત્ર ભરવા માટે પ્રથમ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ તો ભાજપમાં રહેલા રાજપૂત ક્ષત્રિય સમાજના પદ પર બેઠેલા લોકોએ સમાજ માટે ભાજપ સામે જાહેરમાં બાયો ચડાવી લીધી. મંચ પર રાજીનામુ આપ્યું અને સાથીઓ સાથે બહાર નીકળી વિરોધ કર્યો. જો કે ભાજપની બાદમાં રેલી યોજાઈ અને પૂર્ણ થઈ તો આપની રેલી ટકરાઈ. આમ છતાં શિવના શરણમાં નિમુબેન ઉમેદવારીપત્ર ભરી આવ્યા અને બહાર નીકળી ગરીબ બ્રાહ્મણ પર દયા પણ છલકાવી દીધી હતી. જાણો આખો ઘટનાક્રમ Loksabha Election 2024 Bhavnagar constituency candidate Nimuben Bambhaniya files Nomination

નિમુબેન બાંભણિયા નોમિનેશન
નિમુબેન બાંભણિયા નોમિનેશન

By ETV Bharat Gujarati Team

Published : Apr 17, 2024, 1:58 PM IST

ભાવનગર: લોકસભાની ચૂંટણીના પગલે ભાવનગર બેઠક ઉપર ભાજપ દ્વારા સ્કૂલના મેદાનમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ જાહેર સભામાં જ રાજપૂત ક્ષત્રિય સમાજનો આંતરિક વિરોધ ઉભરી આવ્યો હતો. સભામાં જ યુવા મોરચાના ઉપાધ્યક્ષે રાજીનામું મૂક્યું અને પોતાના કાર્યકરો સાથે કાળાવાવટા ફરકાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે પોલીસે બાદમાં મામલો થાળે પાડ્યો હતો. ભાજપના નિશ્ચિત કરેલા કાર્યક્રમ પ્રમાણે સ્કૂલથી રેલી ભાવનગર કલેકટર કચેરી સુધી પહોંચી હતી. ઉમેદવારી કરીને બહાર આવેલા નિમુબેનની દયા અને લાગણી નિર્બળ બ્રાહ્મણ પર છલકાઈ હતી.

ભાવનગર લોકસભા બેઠક નિમુબેન બાંભણીયાના

જાહેર સભા અને વિરોધ જાહેર મંચ પરથી થયો: ભાવનગર લોકસભા બેઠક ઉપર નિમુબેન બાંભણિયા ઉમેદવારી કરવાના હોય ત્યારે એક સ્કૂલના મેદાનમાં પ્રથમ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સભાના મંચ ઉપર શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ, નિમુબેન બાંભણિયા ઉમેદવાર, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા અને મનસુખ માંડવીયા સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનો બેઠા હતા. ચાલુ જાહેર સભાએ ભાવનગર તાલુકા યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે ભાજપમાંથી મંચ ઉપર રાજીનામું શહેર પ્રમુખની સામે ધરી દીધું હતું અને પોતાના આશરે 200 જેટલા અનુયાયીઓ સાથે સભા બહાર નીકળીને સમાજ માટે ભાજપ વિરુદ્ધ કાળા વાવટા ફરકાવ્યા હતા. જો કે પોલીસ દ્વારા આ સમગ્ર મામલો બાદમાં અટકાયત કરીને થાળે પડાયો હતો.

નિમુબેન મીડિયાને સંબોધન કરવાથી દૂર રહ્યા: ક્રેસન્ટ સ્કૂલના મેદાનમાં જાહેર સભાનું આયોજન થયા બાદ અને વિરોધ પછી ભાજપ દ્વારા નિશ્ચિત કરાયેલી રેલી યોજવામાં આવી હતી. આ રેલી ભીડભંજન મહાદેવ સુધી પહોંચી હતી. જો કે અગાઉથી જ આમ આદમી પાર્ટીની રેલી ત્યાં આવી પહોંચી હતી. થોડી જગ્યામાં એક બાજુ આપના કાર્યકરોની રેલી અને બીજી બાજુ ભાજપના કાર્યકરોની રેલીના લોકો એકઠા થયા હતા. વાતાવરણ તંગ બન્યુ અને બન્ને પક્ષોની રેલી વચ્ચે પોલીસ વ્યવસ્થાના ભાગરૂપે ગોઠવાઈ ગઈ હતી. તંગ વાતાવરણ સર્જાતા પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી નિમુબેન બાંભણિયા સાથે ભીડભંજન મહાદેવના દર્શને તાત્કાલિક પોહચ્યા હતા. ભીડભંજન મહાદેવના શરણમાં નિમુબેને મસ્તક નમાવ્યું હતું અને ભગવાનના દર્શન કરીને બાદમાં કલેકટર કચેરી ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. ઉમેદવારી પત્ર ભરીને તેમને ભાજપની દિશા નિર્દેશ મુજબ મીડિયાને સંબોધન કરવાથી દૂર રહ્યા હતા.

ગરીબ બ્રાહ્મણ પર દયા છલકાઈ નિમુબેનની: કલેકટર કચેરીમાં ઉમેદવારી પત્ર ભર્યા બાદ નિમુબેન બાંભણિયા અને અન્ય ભાજપના નેતાઓ બહાર નીકળ્યા હતા. જો કે દરવાજાની બહાર આકરી ગરમી વચ્ચે જમીનમાં બેસેલા અને ચાલી ન શકતા એવો એક ગરીબ બ્રાહ્મણ તિલક કરીને થોડીક દક્ષિણાની અપેક્ષા રાખીને બેઠો હતો. ત્યારે રસ્તા વચ્ચે બેસેલા બ્રાહ્મણને જોઈને નિમુબેન બહાર નીકળ્યા ત્યારે તિલક કરાવવા માટે ઊભા રહી ગયા હતા અને આકરી ગરમીમાં જમીનમાં બેસેલા બ્રાહ્મણને એક તરફ છાંયડામાં જવા માટે રજૂઆત કરી અને ગરમીથી બચાવવાનો પ્રયત્ન કરી પોતાની દયા છલકાવતા નજરે પડતા હતા.

  1. સુરત લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે સાદગીથી ભર્યુ ઉમેદવારી પત્ર - Lok Sabha Election 2024
  2. વિનોદ ચાવડાએ ફોર્મ ભરતા પહેલા કર્યુ શક્તિ પ્રદર્શન, ભૂજના જાહેર માર્ગો પર કેસરિયો રંગ છવાયો - Kutch Lok Sabha Seat

ABOUT THE AUTHOR

...view details