આચાર સંહિતા માટે અમદાવાદ શહેર પોલીસ એક્શન મોડમાં અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં આચાર સંહિતા સંદર્ભે પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. અમદાવાદ શહેર પોલીસે વિવિધ ગુનાના નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે તા.16-03-24થી તા.13-04-24 સુધી ડ્રાઈવનું આયોજન કર્યુ હતું. આ ડ્રાઈવ દરમિયાન કુલ 71 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.
હજૂ 18 ટીમો કાર્યરત થશેઃ લોકસભા ચૂંટણીની આચાર સંહિતા મામલે અમદાવાદ શહેર પોલીસ દ્વારા હજુ પણ 18 ટીમ દ્વારા કામ કરવામાં આવશે. હાલ શહેરમાં ગુનેગારોની અટકાયત અને હથિયારો જપ્ત કરવા સંદર્ભે પણ પોલીસ કમિશ્નર દ્વારા કડક કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 4002 જેટલા હથિયાર જમા લેવાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં દારૂનો મોટો જથ્થો અત્યાર સુધીમાં ઝડપી લેવામાં આવ્યો છે.
84 ચેકપોસ્ટ્સઃ અમદાવાદ શહેરમાં FST/SST સિવાય 84 જેટલી ચેક-પોસ્ટ્સ ઊભી કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કરવામાં આવતા ચેકિંગ દરમિયાન 12,718 લિટર દેશી દારુ જેની કિંમત રૂ.2,54,360/- તથા IMFL 17,850 બોટલ્સ જેની કિંમત રૂ. 35,27,165 જેટલી થવા જાય છે. આ ઉપરાંત ગુનેગારો પાસેથી કુલ રુપિયા 78,220 રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.
4002 હથિયારો જમા લેવાયાઃ અમદાવાદ શહેરમાં લાયસન્સ ધરાવતા હથિયારો જમા લેવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. જે અન્વયે શહેરના કુલ 5134 લાયસન્સ ધરાવતા હથિયારો પૈકી 4002 હથિયાર જમા લેવામાં આવેલ છે. જ્યારે 1018 હથિયારોને મુક્તિ આપવામાં આવી છે. કુલ 19 હથિયારો જમા લેવાના બાકી છે. અમદાવાદ શહેરમાં ગેર-કાયદેસર હથિયારના કુલ 03 કેસ કરવામાં આવેલ છે. આ ઉપરાંત તા.તા.16-03-24થી તા.13-04-24 સુધી કુલ 8401 જેટલા નોન બેલેબલ વોરંટ પૈકી 5469વોરંટની બજવણી કરવામાં આવેલ છે.
- સુરતમાં આચાર સંહિતા ભંગની કુલ 171 ફરિયાદ નોંધાઈ, કયા પક્ષ સામે નોંધાઈ સૌથી વધુ ફરિયાદ ? - Loksabha Election 2024
- ધોરાજી શહેરમાં ભાજપના ઉમેદવારની પ્રતિષ્ઠાને નુકસાનકર્તા બેનર્સ લગાડાયા, આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદ - Loksabha Election 2024