જૂનાગઢઃ લોકસભાની સામાન્ય ચૂંટણી આડે માત્ર 12 દિવસનો સમય બાકી છે. જૂનાગઢ લોકસભા બેઠક પર હજૂ સુધી ચૂંટણી પ્રચારમાં કોઈ ગરમાવો જોવા મળતો નથી. સતત વધી રહેલી ગરમી ચૂંટણી પ્રચારના ગરમાવાને ઠંડો પાડી રહી છે. આ ઉપરાંત સ્થાનિક સમસ્યાઓ આજ દિન સુધી ઉકેલી નથી. તેને કારણે પણ ચૂંટણી પ્રચાર ફીકો લાગી રહ્યો છે.
જૂનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણીનો માહોલ ઠંડો, અસહ્ય ગરમી-સોશિયલ મીડિયા-ઉમેદવાર-સ્થાનિક મુદ્દા જેવા પરિબળો કારણભૂત - Loksabha Electioin 2024 - LOKSABHA ELECTIOIN 2024
લોકસભા ચૂંટણીના મતદાનને હવે માત્ર 12 દિવસ બાકી છે તેમ છતાં જૂનાગઢ શહેર અને સમગ્ર લોકસભા મત વિસ્તારમાં ચૂંટણીના માહોલને લઈને હજૂ વાતાવરણ જોઈએ તેવું સર્જાયું નથી. ચૂંટણીના ઉદાસીન માહોલના પરિબળોમાં સોશિયલ મીડિયાનો વ્યાપ, સ્થાનિક મુદ્દાઓ, ઉમેદવાર અને અસહ્ય ગરમીને જવાબદાર ગણી શકાય છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Electioin 2024
Published : Apr 25, 2024, 3:21 PM IST
|Updated : Apr 25, 2024, 4:46 PM IST
ચૂંટણી પ્રચારમાં નિરાશાઃ સામાન્ય રીતે ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાં જ ચૂંટણી પ્રચારની ગતિવિધિઓ સતત ધમધમતી જોવા મળતી હોય છે. નાની નાની ગ્રુપ મીટિંગ, નેતાઓની આવન-જાવન અને ચોક્કસ વિસ્તારોમાં પાર્ટીના કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા બેઠકો, રેલીઓ અને સભાઓ નું આયોજન કરવામાં આવતું હોય છે. જો કે જૂનાગઢમાં આજ દિન સુધી આ પ્રકારનો માહોલ સર્જાયો નથી. જૂનાગઢના સ્થાનિક મતદારો અને પાછલા ઘણા વર્ષથી જૂનાગઢમાં ચૂંટણી પ્રચાર-પ્રસારના સાક્ષી બનેલા લોકોએ Etv Bharat સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ચૂંટણી પ્રચારમાં જોવા મળતી નિરાશાને તેમના શબ્દોમાં વ્યક્ત કરી હતી.
રાજકીય પક્ષો ઉપરાંત મતદાતાઓમાં પણ નિરુત્સાહઃ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પાછલા વર્ષો દરમિયાન પ્રચાર-પ્રસારમાં સાંસદ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને સ્થાનિક લોકોની સમસ્યાનો ઉકેલની રજૂઆતો કરાતી હતી. આ ઉપરાંત ઉમેદવારનું સ્થાનિક હોવું ખૂબ જ મહત્વનું સાબિત થતું હોય છે. જો કે પાછલા કેટલાક વર્ષોમાં લોકસભા કે વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રચાર માધ્ય્મમાં ગરમાવો જોવા મળતો નથી. સામાન્ય રીતે ચૂંટણીના સમયમાં સાંસદની લોકપ્રિયતા તેમના દ્વારા મતવિસ્તારમાં કરવામાં આવેલા કામો સાંસદની લોકોની વચ્ચે હાજરી આ બધા મુદ્દાઓ ચૂંટણીના સમયમાં ખૂબ જ મહત્વના બનતા હોય છે. પાછલા વર્ષોની સરખામણીએ દર પાંચ વર્ષે થતી લોકસભાની ચૂંટણીમાં આ પ્રકારના નિર્ધારણો ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓ દ્વારા કોરાણે મૂકવામાં આવ્યા છે. જેને કારણે સ્થાનિક મતદારોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળતો નથી જેથી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જે માહોલ બનવો જોઈએ તે માહોલ મતદાનના દિવસ સુધી બનતો જોવા મળતો નથી.