હિતેશ વ્યાસ નવા શહેર કૉંગ્રેસ પ્રમુખ બન્યા ભાવનગરઃ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ દ્વારા શહેરી કક્ષાના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગરમાં પણ નવા શહેર પ્રમુખ તરીકે હિતેશ વ્યાસને નિમવામાં આવ્યા છે. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે નવા પ્રમુખ તરીકે હિતેશ વ્યાસની રણનીતિ વિશે ઈટીવી ભારતે જાણકારી મેળવી છે.
ગાંધીવાદી નેતાના પુત્ર હિતેશ વ્યાસઃ ભાવનગર શહેરમાં પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી પોતાની ભૂમિકા ભજવી લીધી છે હવે તેમના સ્થાને પ્રદેશ કોંગ્રેસ તરફથી હિતેશ વ્યાસની પસંદગી કરવામાં આવી છે. હિતેશ વ્યાસ પ્રખર ગાંધીવાદી નેતા મનુભાઈ વ્યાસના પુત્ર છે. 1972 થી 1979 સુધી ભાવનગર ઉત્તર બેઠક ઉપરથી મનુભાઈ વ્યાસ ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે.
હિતેશ વ્યાસ વિષયકઃ ભાવનગર શહેર કૉંગ્રેસના નવા પ્રમુખ હિતેશ વ્યાસનો જન્મ 28/4/1966ના રોજ થયો હતો. તેઓ છેલ્લા 57 વર્ષથી વકીલાતનો વ્યવસાય કરી રહ્યા છે. ભાવનગરમાં તેઓ છેલ્લા 30 વર્ષથી વકિલાત કરે છે. તેમના પિતા મનુભાઈ વ્યાસ એક ગાંધીવાદી વિચારધારા વાળા વ્યક્તિ હતા. જો કે ઘણા સમય મનુભાઈ વ્યાસ શહેર અને જિલ્લા એક હતા તે સમયે પ્રમુખ પણ રહ્યા હતા. ત્યારે તેમના પિતા બાદ હવે હિતેશ વ્યાસને શહેર કોંગ્રેસની કમાન આપવામાં આવી છે. હિતેશ વ્યાસ ભાવનગરની ઘરશાળા, ગાંધી સ્મૃતિ, મહાજન ગૌશાળા, શ્રી કેળવણી મંડળ, સંસ્કાર મંડળ જેવી સંસ્થાઓમાં અલગ અલગ પ્રમુખ અને મંત્રી તરીકેના હોદ્દા ધરાવે છે. રાજકીય પક્ષમાં તેઓ લીગલ સેલમાં જોડાયેલા છે.
138 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. આથી હું આભાર માનું છું. લોકસભાની ચૂંટણી આવી રહી છે તમે સૌ કોઈ જાણો છો કેન્દ્ર સરકારે જાહેર કરેલી યોજનાઓનો લાભ આજે પ્રજાને મળતો નથી. તો અમે લાભ આપવા માટે પ્રયત્નશીલ રહેશુ...હિતેશ વ્યાસ(પ્રમુખ, ભાવનગર શહેર કૉંગ્રેસ)
- New Voters In Bhavnagar : ભાવનગર શહેર જિલ્લામાં નવા મતદારો નોંધાયાં, કઈ બેઠક પર કેટલા અને કુલ મતદાર જાણો
- Bhavnagar Anganwadi Details: આઈસીડીએસ ડેટામાં ખુલ્લી પડી ભાવનગર મહાનગરપાલિકા, ભાડે ચાલતી આંગણવાડીની વિગતો