કચ્છ: લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારો મતદારોને રીઝવવા માટે વિવિધ રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા આજે મોડી સાંજે કચ્છના મુન્દ્રા ખાતે રોડ શો અને સાથે જ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા માંડવી-મુન્દ્રા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ દેવજી વરચંદ તેમજ ભાજપના અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે રોડ શો યોજી રહ્યા હતા તે સમયે મુન્દ્રા વિસ્તારના ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભાજપના ઉમેદવારના મુન્દ્રા ખાતેના રોડ શો દરમિયાન ક્ષત્રિય સમાજે નોંધાવ્યો,ઉગ્ર વિરોધ - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા આજે મોડી સાંજે કચ્છના મુન્દ્રા ખાતે રોડ શો અને સાથે જ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.ક્ષત્રિય સમાજે પરસોતમ રૂપાલાના નિવેદનને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તો સાથે ભાજપ અને રૂપાલાના વિરુદ્ધના નારા લગાવ્યા હતા.lok sabha election 2024
Published : Apr 30, 2024, 10:40 AM IST
રૂપાલાના નિવેદનને લઈને ઉગ્ર વિરોધ: રોડ શો દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો છતાં પણ ક્ષત્રિય સમાજે પરશોતમ રૂપાલાના નિવેદનને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે ભાજપ અને રૂપાલાના વિરુદ્ધના નારા લગાવ્યા હતા. સભા સ્થળ પર ગોઠવવામાં આવેલ ખુરશીઓને અસ્તવ્યસ્ત કરીને અમુક ખુરશીઓ તોડી પણ પાડવામાં આવી હતી અને રોડ શોમાં ઉપસ્થિત પોલીસ કાફલાએ વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી. પરશોતમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષની આગ હજી પણ શમી નથી. કચ્છમાં દરરોજ ભાજપના પ્રવાસ દરમિયાન વિરોધ નોંધવામાં આવી રહ્યુ છે.