અમદાવાદ:લાંચિયા અધિકારીઓના પકડાવાના તમે અનેક કિસ્સાઓ જોયા અને સાંભળ્યા હશે. પરંતુ હાલ ગુજરાતનો એક વીડિયો ખૂબ જ ચર્ચામાં છે. જેમાં એક અધિકારીના ટેબલ પર સ્થાનિક લોકો પોતાની સમસ્યાઓનો ઉકેલ ન આવતા નોટોનો વરસાદ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ટોળું ઓફિસમાં ઘુસી જાય છે અને અધિકારી કંઈ સમજે તે પહેલા જ નોટોના વરસાદથી ટેબલ ભરી દે છે અને અનેક રજૂઆતો કરવા છતાં અધિકારી તેમની સમસ્યા દૂર ન કરતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે. જોકે ગુજરાતમાં આ વીડિયો કયા વિસ્તારનો છે તે અંગે માહિતી સામે આવી નથી.
વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે?
વિરોધ કરવા આવેલા લોકોએ ગળામાં કાર્ડ લટકાવ્યા હતા, જેમાં બિલ્ડર તેમજ અન્ય નામ લખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વાયરલ થયેલા વીડિયો કેપ્શનમાં લખ્યું છે કે, "લે ખા.. કેટલી હરામની કમાઈ ખાઈશ, જનતાએ એમની જ ભાષામાં આપ્યો જવાબ" ઉપરાંત કટાક્ષ કરતાં લખ્યું છે કે, "હવે અધિકારીઓ પણ શું કરે તેમને પણ જોબ માટે કેટલી બધી રિશ્વત આપી હશે. હવે તે તેના માલિકોને (ઉચ્ચ અધિકારીઓ) આપશે? આ અનુમાન લગાવવું પણ જરૂરી છે.