અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપવા અંગે એક મોટો હુકમ આપ્યો છે. જે પ્રમાણે ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ કોલેજમાંથી એલએલબી પૂર્ણ કર્યા બાદ પણ પ્રોવિઝનલ સર્ટિફિકેટના મળવા મામલે વચગાળાનો હુકમ ગુજરાત હાઇકોર્ટે આપ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને હાઇકોર્ટે પ્રોવિઝનલ સનદ આપવાના હુકમ કર્યા છે, આ ઓર્ડર પછી ગુજરાત રાજ્યના હજારો વિદ્યાર્થીઓ AIBE ની પરીક્ષા આપી શકશે.
ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ AIBE ની પરીક્ષા આપી શકશેઃ હાઈકોર્ટે પ્રો. સનદ આપવાના કર્યા હુકમ - LLB IN GUJARAT
ગુજરાત હાઈકોર્ટ દ્વારા વકીલાત સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને રાહત થાય તેવો હુકમ કરવામાં આવ્યો છે. - LLB in Gujarat
Published : Oct 21, 2024, 10:56 PM IST
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કાયદા શાખાના વિદ્યાર્થીઓ સનદ ન મળવાને કારણે ખૂબ જ મુશ્કેલીમાં હતા. તેના માટે હાઇકોર્ટે રાહતના સમાચાર આપ્યા છે. હવે કાયદા શાખા સાથે જોડાયેલા અનેક સ્નાતક વિદ્યાર્થીઓને મુશ્કેલીઓમાંથી રાહત મળી જશે. ગુજરાત હાઇકોર્ટે ગ્રાન્ટેડ કોલેજથી એલએલબી પૂર્ણ કર્યા બાદ પણ પ્રોવિઝનલ ન મળતા વચગાળાનો હુકમ કર્યા છે. આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટ ઓર્ડર સનદ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને હુકમ કર્યો હતો. જેથી હવે રાજ્યના હજારો વિદ્યાર્થીઓ સનદની પરીક્ષા આપશે અને વિદ્યાર્થીઓને આનાથી ઘણો ફાયદો થશે.
વકીલાત કરવાના ઈચ્છુક વિદ્યાર્થીઓએ કાયદામાં ત્રણ વર્ષનો કોર્સ પૂર્ણ કર્યા બાદ બાર કાઉન્સિલર ગુજરાત તરફથી પ્રોવિઝન સનદ એનાયત કરવામાં આવે છે. આ સર્ટિફિકેટને મેળવ્યા બાદ એઆઈબીઈની (ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન)ની પરીક્ષામાં પ્રવેશ મળે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી સનદ ન મળવાના કારણે આ કાયદા શાખા સાથે જોડાયેલા ઘણા તકલીફમાં હતા. તેઓને પરીક્ષા આપવામાં મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો હતો, પરંતુ હવે ગુજરાત હાઇકોર્ટના આ હુકમથી રાજયના આવેલી ગ્રાન્ટેડ કોલેજોના 6 હજારથી વધુ વિદ્યાર્થીઓને આનો લાભ થશે.