અમરેલીના લાઠી અને દૂધાળાની મુલાકાતે આવેલા પીએમ મોદીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું, આ પ્રસંગે પીએમ મોદીએ જનતાને સંબોધન પણ કર્યુ હતું.
અમરેલીથી PM મોદીએ રાજ્યમાં 4800 કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ-ખાત મૂહુર્તની લ્હાણી કરી - PM MODI AND SPANISH PM
Published : Oct 28, 2024, 9:47 AM IST
|Updated : Oct 28, 2024, 6:05 PM IST
વડોદરા: સ્પેન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત ઐતિહાસિક રહી, ત્યારે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સોમવારે વહેલી સવારે ગુજરાતના વડોદરા પહોંચ્યા હતા. સાંચેઝનું પ્લેન સવારે 1.30 વાગ્યે વડોદરા એરપોર્ટ પર લેન્ડ થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે, 28 ઓક્ટોબરે સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝ સાથે વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસમાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યુ હતું. સાંચેઝ એરપોર્ટથી ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) સુવિધા સુધીના રોડ શોમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયા. આ 2.5 કિલોમીટરના રોડ શોમાં રૂટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં, જેમાં સ્થાનિક પરંપરાઓ અને પ્રતિભાઓનું પ્રદર્શન જોવા મળ્યુ હતું. આ ઉપરાંત પીએમ મોદીએ અમરેલીના દૂધાળામાં ભારત માતા સરોવર ઉપરાંત 4800 કરોડના વિકાસ કાર્યોની પણ શિલાન્યાસ અને ખાત મૂહુર્ત કર્યુ હતું.
LIVE FEED
લાઠીમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું અમરેલી છે, આ તો જાદૂઈ ભૂમી છે.
અમરેલીના લાઠીમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલનું સંબોધન
અમરેલીના લાઠીમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત કાર્યક્રમમાં પીએમ મોદી ભાગ લઈ રહ્યાં છે. ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે, કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલે સંબોધન કર્યુ હતું
વડોદરામાં પ્રધાનમંત્રી મોદીને રજુઆત કરવા જઈ રહેલાં કૉંગ્રેસ નેતાઓની અટકાયત
પ્રધાનમંત્રી મોદીને રજુઆત મુલાકાત કરવા જતાં કૉંગ્રેસ નેતા,પૂર્વ વિપક્ષ નેતા અમી રાવત તથા પ્રદેશ પ્રવકતા નરેન્દ્ર રાવતની તેમના નિવાસસ્થાનેથી પોલીસે ધરપકડ કરી હતું. કૉંગ્રેસ અગ્રણી અનુજ નગરશેઠ, કિરણ કાપડિયા, દુષ્યંત રાજપુરોહિત ,હાર્દિક અમોદિયા, તરુણ ઠક્કર,નબી પઠાણ, દિનેશ લિંબાચિયા, હસમુખ પરમાર, આઝમખાન પઠાણ,સંતોષ મિશ્રા,ઇસ્માઇલ ચાચા, ગુપ્તાજી, ઘનશ્યામ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. અમી રાવતે ભયાનક પુરની બાબતે થયેલી તારાજીમાં રાહત પેકેજ અને પુર રોકવા ભવિષ્યના આયોજન અને ભાજપના વહીવટ સામે આક્રોશ વ્યકત કર્યો હતો.
પીએમ મોદી અને સ્પેનના પીએમ લક્ષ્મી વિલાસ પેલેસ પહોચ્યા
વડોદરા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે સ્પેન સરકારના પ્રમુખ પેડ્રો સાંચેઝ સાથે મુલાકાત કરી.
ભવિષ્યમાં મેડ ઇન ઇન્ડિયા સિવિલ એરક્રાફ્ટ માટે માર્ગ મોકળો થશે- પીએમ મોદી
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું આજના કાર્યક્રમને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના ઉત્પાદનથી આગળ જોઉં છું.તમે બધાએ છેલ્લા દાયકામાં ભારતના ઉડ્ડયન ક્ષેત્રની અભૂતપૂર્વ વૃદ્ધિ અને પરિવર્તન જોયું છે. અમે ભારતને એવિએશન હબ બનાવવા માટે પહેલેથી જ કામ કરી રહ્યા છીએ. આ ઇકોસિસ્ટમ ભવિષ્યમાં મેડ ઇન ઇન્ડિયા સિવિલ એરક્રાફ્ટ માટે માર્ગ મોકળો કરશે. વિવિધ ભારતીય એરલાઈન્સે 1200 નવા એરક્રાફ્ટ ખરીદવાના ઓર્ડર આપ્યા છે... આનો અર્થ એ થયો કે આ ફેક્ટરી ભવિષ્યમાં ભારત અને વિશ્વની જરૂરિયાતોને પહોંચી વળવા સિવિલ એરક્રાફ્ટની ડિઝાઈન અને ઉત્પાદનમાં મોટી ભૂમિકા ભજવશે."
આજે રતન ટાટા હોય તો તે ખૂબ જ ખુશ થાત'-પીએમ મોદી
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે," જો આજે રતન ટાટા હોત તો તે ખૂબ જ ખુશ થાત. વડોદરામાં બનતા મેટ્રોના કોચ વિદેશમાં પણ નિકાસ થશે. ભારતનું ડિફેન્સ નિકાસમાં વધારો થયો છે. સ્પેનના ફૂટબોલ ભારતમાં પસંદ કરાય છે. એર બસ અને ટાટાની ટીમને અભિનંદન..."
પીએમ મોદીએ કહ્યું કે,' આ ફેક્ટરી હવે એરક્રાફ્ટના ઉત્પાદન માટે તૈયાર છે.'
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, "C-295 એરક્રાફ્ટ ફેક્ટરી નવા ભારતની નવી વર્ક કલ્ચરને પ્રતિબિંબિત કરે છે. આજે ભારત વિચારથી લઈને શિક્ષણ સુધીની કોઈપણ યોજના પર જે ઝડપ સાથે કામ કરી રહ્યું છે તે અહીં જોઈ શકાય છે. આ ફેક્ટરીનું બાંધકામ 2 વર્ષ પહેલા ઓક્ટોબર મહિનામાં શરૂ થયું હતું. આજે ઓક્ટોબર મહિનામાં જ આ ફેક્ટરી હવે એરક્રાફ્ટના ઉત્પાદન માટે તૈયાર છે..."
જાણો પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યું....
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "આજથી અમે ભારત અને સ્પેન વચ્ચેની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ. અમે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે એક ફેક્ટરીનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. આ ફેક્ટરી ભારત-સ્પેનના સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરશે. આ સાથે મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ પણ આ મિશનને મજબૂત કરવા જઈ રહ્યું છે..."
સ્પેનના વડાપ્રધાને શું કહ્યું....
વડોદરા: સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે, "આજે અમે ન માત્ર સત્તાવાર રીતે એક અત્યાધુનિક ઔદ્યોગિક સુવિધાનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. પરંતું આજે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે કેવી રીતે બે પ્રતિષ્ઠિત કંપનીઓ વચ્ચેનો એક અસાધારણ પ્રોજેક્ટ વાસ્તવિકતા બની જાય છે. વડાપ્રધાન મોદી, આ તમારા વિઝનની બીજી જીત છે. તમારું વિઝન ભારતને ઔદ્યોગિક પાવરહાઉસ અને રોકાણ અને વેપાર માટે આકર્ષણ બનાવવાનું છે. એરબસ અને ટાટા વચ્ચેની આ ભાગીદારી ભારતીય એરોસ્પેસ ઉદ્યોગની પ્રગતિમાં ફાળો આપશે અને અન્ય યુરોપિયન કંપનીઓના આગમન માટે નવા દરવાજા ખોલશે. આ પ્રોજેક્ટ બે વિશ્વના શ્રેષ્ઠને એકસાથે લાવે છે. ટાટા કદાચ ભારતીય ઔદ્યોગિક શક્તિના શ્રેષ્ઠ ઘાતક છે..."
પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાને ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું
વડોદરા: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસમાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું.
નરેન્દ્ર મોદી અને સ્પેનના પીએમ એ રોડ શો કર્યો
વડોદરાઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેન સરકારના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝે વડોદરામાં રોડ શો કર્યો હતો.
મોડી રાત્રે સ્પેનના પીએમનું ઢોલ અને ગરબાના તાલ સાથે થયું સ્વાગત
વડોદરા: મોડી રાત્રે સ્પેનના વડાપ્રધાન અને તેમના ધર્મપત્ની વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચતા હતા.અહીં મોડી રાત્રે તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ગુજરાતની પરંપરા મુજબ ગુજરાતી ગરબા સાથે સ્પેનના વડાપ્રધાનને આવકારવામાં આવ્યા હતા. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજ સાથે તેમના પત્ની પણ વડોદરા આવ્યા છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું
વડોદરાઃ'શોભા યાત્રા'ની તૈયારીઓ ચાલુ; વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્પેન સરકારના પ્રમુખ પેડ્રો સાંચેઝની વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL)ની અંતિમ એસેમ્બલી લાઇન સુવિધાની મુલાકાતના સાક્ષી બનશે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.